________________
હજી ફૂટ્યા નથી.
માથે જૂની મારવાડી પાઘ ફાટી ગઈ છે. એમાંથી, હવામાં ધજા ફરફરે એમ મોં પર, ચીંથરાં ફરફરે છે. કમર પર તલવાર છે. મ્યાન સાવ જરીપુરાણું છે.
કાને બે શેલકડી છે : સાહ્યબીમાં સાહ્યબી આટલી છે ! બાક તો પગમાં જૂતી નથી. માથામાં તેલ નથી. દેહ પર થીગડું ઘેલું વેજાનું કેડિયું છે. કાછડો વાળીને ધોતી પહેરી છે. ધોતલી ટૂંક છે. ગોઠણ સાવ ખુલ્લા છે.
ખભા પર એક ઝોળી અને માથા પર કુડલું છે. ઝોળીમાં ત્રાજવાં ને બાટ છે. કુડલામાં તાજી તાવણનું ઘી છે.
ગામેગામ ઘી ઉઘરાવતો હવે એ પાછો વળ્યો છે.
ધોમ ધખતો જાય છે. પંખી જીવતાં શેકાઈ જાય એવી લૂ વહે છે. પૃથ્વી વરાળો કાઢે છે.
ઘીવાળા જુવાનના દેહ પરથી પરસેવાનાં ઝરણાં વહે છે. છાપરાના મોભારેથી પાણી ચૂએ, એમ માથા પરથી પરસેવો નીચે ટપકે છે.
અઠે હી ધારક ! કરતોને જુવાનિયો ઝાડ નીચે ઝુકવે છે. ઘીનું કુડલું જાળવીને ઝાડની બખોલમાં મૂકે છે. ઝોળીનું ઓશીકું કરી પૃથ્વી પર લંબાવે છે. ખીજડાની છાયા માબાપ જેવી મીઠી શીતળ છે.
ધાણી શકાય એવો તાપ છે, પણ જુવાનિયાને જાણે એનો કંઈ હિસાબ નથી. રેતીના વંટોળ એના મનને મૂંઝવતા નથી, મોજીલું એનું મન કંઈ કંઈ મનસૂબા કરે છે.
હતો તો ઘીનો સામાન્ય વેપારી ! ઉદ્યો એનું નામ. પાંચ-પંદર શેરની લેવેચ કરનારો, પણ મન ભારે વરું છે.
રોજ મનમાં ને મનમાં પરણે છે અને મનમાં ને મનમાં રjડે છે. રોજ મનમાં ને મનમાં કેટલંગરા ચણે છે, ને ચણેલા કેટલંગરા મનમાં રોજ તોડે છે. મનનો ઊંટ એવો બબૂકે છે કે રોજ દિલ્હીને માથે ઠેક મારીને પાછો ચાલ્યો આવે છે.
જાનમાં લેઈ જાણે નહિ, ને વરની ફુઈ હું, જેવો ઘાટ છે કજીજી કેમ દૂબળા, તો હે આખી દુનિયા તણી ફિક્ત ! ઉદનું એવું છે.
મારવાડ મનસૂબે ડૂબી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org