________________
ગુજરાતની ભૂમિ પર ભારે ભાવ હતો.
જે ભૂમિમાં આવી સુખી થયા, એ ભૂમિના સપૂત તરીકે જીવવું ને મરવું. ગુજરાત મારું, હું ગુજરાતનો.”
પોતે પાટણથી મહારાજ કુમારપાળની રજા લઈને કર્ણાવતી આવ્યા. નીકળતી વખતે મહારાજને વચન આપ્યું,
જરૂર પડે ત્યારે સેવને યાદ કરજો. વિના વિલંબે હાજર થશે.” વરસો સુધી તો કંઈ જરૂર ન પડી, પણ એક્વાર અચાનક સંદેશો આવ્યો.
“સૌરાષ્ટ્ર પર ચડાઈ કરવાની છે. બળ સાથે કળની જરૂર છે. સહુની નજર આપના પર છે.”
ધણીનો સંદેશો સાંભળી, મહેતાજી ઊભા થઈ ગયા. સંદેશો લાવનારને ભેટ્યા, ઇનામ આપ્યું.
ઘરમાં ખબર આપવા ગયા. ઘરનાં રાણી ! હવે તમારા રચતા ચૂડાને રંગ ચઢશે. લડાઈમાં જાઉં છું.” માઉદેવી કહે : “અરે, તમે તો પરમ શ્રાવક! તમારે વળી લડાઈ કેવી ?'
“કેમ લડાઈ ક્વી ? શું અમે આ ભૂમિનું અન્ન ખાતા નથી ? શું આ ભૂમિનું પાણી પીતા નથી ? આ રાજની છત્રછાયા લેતા નથી ? આ તો ફરજનો સાદ ! બેઠા હોઈએ ત્યાંથી ઊભા થઈને દોડવાનું !'
એંશી વર્ષના મહેતાજી આ વખતે પૂરા પિસ્તાલીસના લાગ્યા. મહેતાજીની ઊલટ જબરી હતી. તૈયારી કરતાં-કરતાં વળી બોલ્યા :
સૌરાષ્ટ્રમાં શત્રુંજય તીર્થ છે. યાત્રા પણ થઈ જશે. એક પંથ અને દો કજ !”
પણ કરાઓને કંઈ ખબર તો કરો !” “એક પણ કરાને સાથે લેવો નથી. ટેકે તે ક્યાં સુધી લેવો શોભે ?' અરે ! પણ લડાઈમાં કંઈ થાય તો ?'
ગાંડી ! ગુરુની વાણી નથી સાંભળી ? આત્મા અમર છે. એ મરતો નથી, જન્મતો નથી. આ દેહ તો આત્માએ પહેરેલા વાઘા છે. વાઘા જૂના થયા ૧૧૨ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org