________________
હશે ને ફાટી જશે. તો વળી નવા !” મહેતાજી ખૂબ ઉત્સાહમાં હતા.
“તમે તો અવળ વાણી બોલો છો.' માઉદેવીએ કહ્યું.
હું ક્ષત્રિય પણ છું. શ્રાવક પણ છું.” મહેતાજીએ ટૂંકામાં જવાબ વાળતાં હ્યું : “પાટણથી લશ્કર આવી પહોંચવાની તૈયારીમાં છે. ચાલો, તૈયારી કરશે, જેથી આપણે કારણે ક્યમાં મોડું ન થાય.”
મહેતાજીએ બખ્તર સજ્યાં. લોહની પાઘ અને શિરસ્ત્રાણ ઘાલ્યાં. કમરે. સિરોહીની તલવાર નાખી. ભેટમાં કટારી મૂકી.
કપાળે કંકુનો ચાંલ્લો કર્યો. ઉપર ચોખા ચોડ્યા. સારા શક્ય જોઈ ઘર બહાર નીકળ્યા.
ચોકમાં તરઘાયો પિટાતો હતો. રણભેરીઓ ગાજી રહી હતી. ગુર્જર યોદ્ધાઓ સજ્જ થતા હતા.
બહાર મહેતાજીનો રેવંત ઘોડો હણહણી રહૃાો હતો. માઉદેવી આખરે તો સ્ત્રીની જેમળ જાત ને ? કહ્યું : “દીકરાને મળીને ગયા હોત તો ઠીક થાત !” મહેતાજીએ જવાબ આપવાને બદલે પોતાની રીત મુજબ એક ગીત ગાયું,
દેવી ! કિસકે ચેલે, સિકે પત !
આતમરામ અકેલે અવધૂત !' ને વગર પેંગડે ઘોડા પર છલાંગ દીધી, આખો જનસમાજ મહેતાના બળને જોઈ રહ્યો. બુઢાપો તો જાણે ક્યાંય સંતાઈ ગયો.
મહેતાએ ઘોડો હાંક્યો, જયજયકાર થઈ રહ્યો. થોડી વારમાં પાટણના લશ્કરના ભેગા ભળી ગયા. દડમજલ કૂચ ચાલુ થઈ. પણ સૌરાષ્ટ્ર આવતાં મહેતાજીએ ઘોડો તારવ્યો ને બોલ્યા :
બેલીઓ! તમે આગળ વધો. હું શત્રુંજય પર આદિનાથ ઘઘને જાહારી આવું ! ખબર નહિ ઇસ જુગમેં પલી, કે જાને ભૈયા ક્લીિ.” ને ઘોડો એ દિશામાં મારી મૂક્યો.
વરસ એંશીને ઉંબરે ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org