________________
૧૭.
વરસ એંશીને ઉંબરે ઉદ્ય મહેતા આજે એંશી વર્ષના ઉંબરે હતા. એમણે રાજધાનીનું શહેર પાટણ છોડી દીધું હતું.
ર્ણાવતીમાં આવીને વસ્યા હતા. દિકરા પ્રતાપ નીકળ્યા હતા. મોટો ગુજરાતનો મહામાત્ય હતો. બીજો દંડનાયક હતો. ત્રીજો સેનાનાયક હતો. ચોથો વળી સહુથી ચતુર હતો. એની ઉધરતા અપાર હતી. એણે જૈન દેરાસરો સાથે વૈષ્ણવ મંદિરો પણ બંધાવવા માંડ્યાં હતાં.
બધા જેવા શૂરવીર એવા જ ઘનવીર હતા ! મોટો દિકરો તો વળી કવિ નીકળ્યો હતો. ભરી ભાદરી લીલી વાડી હતી. કેઈ વાતે તૂટો નહોતો. ઉદા મહેતાએ વિચાર્યું, હવે તો જે ધર્મના પ્રતાપે સુખી થયા, એ ધર્મનું આરાધન કરવું. જે ગુરુના સંસર્ગે સંસ્કારી બન્યા, એની ચરણસેવા કરવી.”
- વરસ એંશીને ઉંબરે ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org