________________
એના પગમાં, હાથીનું જોશ હતું,
એ સિંહના પુરુષ હતો. એવો સિંહનાદ કરતો કે એ સાંભળી ભલભલો હાથી પણ પૂંછડી દબાવી પાછો ભાગે.
એ ત્યાગ ભટ્ટને* કુમારપાળ રાજા થયો, એ ન ગમ્યું, એ પાટણ છોડી ચાલ્યો ગયો.
જઈને મળ્યો સાંભરના રાજા અર્ણોરાજને !”
આ બે ભૂતે બીજાં અનેક ભૂત એકઠાં ક્ય. પણ દુનિયામાં બહારનાં ભૂત કરતાં અંદરના ભૂતથી વધુ ડરવા જેવું હોય છે. પેટમાં પેસી એ પગ પહોળા કરે.
ત્યાગ ભટ્ટે પાટણની સેનાને ફોડવા માંડી. રાજાના મહેલના કર્મચારીઓને ફોડ્યા.
રાજાનો લડાઈનો હાથી હતો, એનું નામ ક્લહ-પંચાનન હતું. એ જે યુદ્ધમાં ઊતરે, એમાં વિજય મળે જ.
ક્લહ-પંચાનનનો મહાવત લિંગરાજ હતો. મહારાજા સિદ્ધરાજ પણ એના ખોળે માથું મૂકને નિરાંતે સૂતા.
હાથી તો એના ઇશારા પર દોડે. '
લડાઈનાં રણશિંગા ફુકાયાં. બધી તૈયારીઓ થવા માંડી. હાથીસેના પણ સજ્જ થવા માંડી. મહામંત્રી ઉદયનની ચોર આંખ આ વખતે ચારે તરફ ફરતી હતી.
એક રાત્રે હાથીશાળામાં મેઈની અવરજવર જોઈ, એમને વહેમ ગયો. કલિંગરાજની સાથે સવાલ-જવાબ કરવા માંડ્યા.
હાથીખાનામાં આટલી રાતે કોણ આવ્યું હતું ?
“અમારે સગાંવહાલાં નહિ હોય કેમ ?” અમારું નખ્ખોદ નીકળી ગયું નથી, મંત્રીરાજ.' હાથીના ઉપરી મહાવતે શું.
ઉદા મહેતાએ કહ્યું : “ભલા માણસ ! આવા નાખી દેવા જેવા જવાબ કેમ આપે છે ?' * ત્યાગ ભટ્ટનું બીજું નામ ચાહડ-ચારુ ભટ્ટ પણ હતું.
ભૂત જાગ્યાં ને ભાગ્યા જ ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org