________________
૧૩
ભૂત જાગ્યાં ને ભાગ્યાં
પાટણના મહામંત્રી થઈને કંઈ સુખે સુવાનું નહોતું. ઉદા મહેતાની ઉમર થઈ હતી. વળી, રાજકજ કરતાં ધર્મ તરફ મન વધુ ખેંચાતું હતું. રાજસેવામાં દિકરા ધરી દિધા હતા. હવે એમને ખંભાત વારંવાર યાદ આવતું હતું. ર્ણાવતીના દિવસો પણ ભુલાતા નહોતા.
ઉદયન-વિહારના ઘંટ કનમાં રણઝણતા. ધર્મ યાદ આવતો. દેવ યાદ આવતા. ગુરુ સ્મરણમાં આવતા.
સાબરનો શાન્ત કંઠો મહેતાને વારંવાર સાંભળતો, પણ હજી પૂરો ભય ગયો નહોતો, જલજમાં થોડાં ભૂત રહ્યાં હતાં.
આ ભૂત કંઈ ને કંઈ તોફાન મચાવ્યા કરતાં. મહારાજા કુમારપાળ સાવચેત હતા, છતાંય કેટલાંય ભૂત હજી મનમાં બળતાં, ને લાગ શોધતાં.
મહારાજા સિદ્ધરાજ પાસે જેમ બાબરો ભૂત હતો, એમ ત્યાગ ભટ્ટ નામનો એક બળવાન યોદ્ધો પણ હતો.
એની ભુજામાં સિંહનું બળ હતું,
૧૦૨
ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org