________________
‘તમને જેમ લાગે તેમ સાચું. અમે ભણેલા નથી કે તમારી જેમ ચીપીચીપીને બોલીએ. જેવું હૈયામાં એવું હોઠમાં.' મહાવત મહેતા પર ટકોર કરતો હતો.
‘તમારાં સગાંવહાલાં આવ્યાં હતાં ?' મહેતાએ ફરી સવાલ ર્યો.
નહિ તો કોઈનાં...'
‘આટલી રાતે કેમ આવ્યાં હતાં ?'
‘રાત અને દહાડો-અમને તો બધું સરખું, મહેતાજી ! આ રાજ અજબ આવ્યું છે. મહારાજ સિદ્ધરાજના વખતમાં તો કોઈ અમને આવું પૂછતું નહોતું. હવે તો પીધેલું પાણી પણ જોખાય છે, ને પરસેવો પણ સામે તોળાવા માંડ્યો છે.'
બદલી.
મહેતાજીને વાત વધારવામાં સાર ન લાગ્યો.
લડાઈ આંગણે આવી પહોંચી છે, જાણો છો ને !' મહેતાજીએ વાત
જી હા. અમારે તો અમારી ફરજ બજાવવાની છે.'
‘શાબાશ. તમારા જેવા બહાદુરો પર જ રાજ ટક્યું છે.' મહેતાજીએ ક્યું. ‘મંત્રીરાજ ! માફ કરજો. આજ તો જમે જગલો, ફૂટે ભગલો એવું છે.’ મહાવત ક્યું.
‘એવું નથી. આ લડાઈ પતી જાય, એટલે સહુની કદર કરવાની જ છે.’ ‘કદર ને ? મંત્રીરાજ ! પેલી વાત સાંભળી છે ? ચોરે ને ચૌટે ચર્ચાય છે. સોલાક નામનો ગવૈયો આવેલો. પાટણ દરબારનું મોટું નામ. મોટી આશા રાખીને આવેલો. શું ગાયું ! શું ગાયું ! ન પૂછો વાત. આખી રાજસભા વાહવાહ કરી રહી. મહારાજા મારપાળ પણ ડોલી ઊઠ્યા ને ઇનામ આપ્યું !' મહાવત વાત કરતો થોભ્યો.
‘રાજા પ્રસન્ન થાય એટલે ઇનામ આપે, એમાં નવી નવાઈ શી ?' ઉદ્ય મહેતાએ વચ્ચે હ્યું.
હેવાની વાત હવે આવે છે. ગવૈયો ભારે આશાએ હાથ લંબાવીને ઊભો. ગુર્જરપતિ ભારે રીઝયા હતા. ઇનામ આપ્યું ૧૧૬ દ્રમનું ! ગવૈયાએ ૧૦૪ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org