________________
મુંજ કહે : “તું ડાહ્યો છે. મારો ભોજ લાવ !' ‘પ્રધાને સંતાડેલા ભોજને હાજર કર્યો.” ઉદા મહેતા પોતાના પુત્રને આ દૃષ્ટાંત આપતા બોલ્યા :
આંબડ ! બોલ, એ પ્રધાન રાજદ્રોહી કે વફાદાર ? રાજાઓનાં મગજ ઘણી વાર ફરી જાય છે. એમનાં મગજ શાંત થાય ત્યાં સુધી ધીરજ ધરવી. જો કુમારપાળ ગુજરાતના હિતવિરુદ્ધ આચરતો હોત, મહારાજનો જીવ લેવાનો મનસૂબો રાખતો હોત તો હું વણિશ્રેષ્ઠ છું, છતાં મારા હાથે એને હણી નાખત.”
આંબડ પિતાની વાત સાંભળી ઠંડો થઈ ગયો. પિતાના ડહાપણને નમી પડ્યો.
પિતાએ વધારામાં કહ્યું,
વળી ગુરુદેવે ભવિષ્યવાણી ભાખી છે, કે એ ગુજરાતનો મોટો રાજા થશે. એને હાથે જનલ્યાણનાં કામો થશે. તીર્થોનો ઉદ્ધાર થશે. જીવ માત્રને અભય આપશે. એના રાજમાં ઇરાદ્યપૂર્વક કડીને પણ ઈ વગર વાંકે હણી શકશે નહિ. બેટા ! આ કામ તો મને મારા જીવનનું પુણ્યકામ લાગે છે. ભલે એમાં અપમાન, કેદ કે મૃત્યુ આવે !”
પુત્ર પિતાના દિલની મોટાઈ જોઈ કંઈ ન બોલ્યો.
વરૂને ઘેટાની વાત ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org