________________
“અરે ! તે ગાળો નહિ દીધી હોય, તો તારા બાપે ધધી હશે.” વાત પૂરી કરતાં આચાર્યશ્રીએ કહ્યું,
“મહેતાજી ! કુમારપાળનું એવું બન્યું છે. જોકે એનું થોડું નિમિત્ત હું પણ છું.”
આપ એના નિમિત્ત ? આપની દૃષ્ટિ તો શત્રુ-મિત્રમાં સમાન છે, ગુરુદેવ!” ઉદા મહેતાએ પ્રશ્ન કર્યો.
“નિમિત્ત બન્યો છું. એક વાર સિદ્ધરાજે મને પૂછ્યું : “પ્રભુ, મારી પાછળ ગુજરાતની ગાદી વેણ અજવાળશે ?”
મેં કહ્યું : “કુમારપાળ !'
આ સાંભળી સિદ્ધરાજને કેપ થયો. એણે કહ્યું : “મારાજ ! આપ તો પુરાણો ઇતિહાસ જાણતા જ હશો. મહારાજ ભીમદેવ એક વારાંગનાને પરણ્યા હતા.'
મેં કહ્યું : “હા, બહુલા એનું નામ. ઘણા એને બકુલા કે ચાલા પણ કહે છે. હતી તો વારાંગનાની પુત્રી, પણ સતી સ્ત્રી હતી. કદવનું કમળ હતું.'
સિદ્ધરાજ કહે : “પણ લોહી તો હલકું ને ? વર્ણ પણ હલકે ને ? એ ભીમદેવ મહારાજના પુત્ર ક્ષેમપાળ, એમના દેવપ્રસાદ, એમના ત્રિભુવનપાળ, એનો કુમારપાળ. કુમારપાળની માતા કશ્મીરા પણ ક્ષત્રિય કુળની નહોતી.'
મેં કહ્યું : “રત્ન અને સ્ત્રી તો જ્યાંથી ઉત્તમ મળે ત્યાંથી લાવવાં જોઈએ. વર્ણની ઉચ્ચતા કરતાં ચારિત્રની શુદ્ધતા જોવી જરૂરી છે. હરિબે ભજે સો હરિક હોઈ. પ્રલાદ યનો પુત્ર હતો, પણ એનાથી વધુ પ્રભુભક્ત આજે શોધવો પડે, રાજન !”
સિદ્ધરાજે હ્યું : “મહારાજ ! એ મારાથી ન બને. ગુજરાત મારું છે. ગુજરાત મેં ઘડ્યું છે. ગુજરાતને દેશવિદેશમાં મેં મોટું કર્યું છે. ગુજરાતની ગાદી પર હનવંશી રાજવી ન જ હોય. આપ કહો છો તેમ એ વિધિના લેખ હશે, તો હું એના પર મેખ મારીશ.”
સિદ્ધરાજે કુમારપાળને જીવતો યા મરેલો હાજર કરવાનો હુકમ કર્યો. ખાસ અંગત માણસોને તેની હત્યા કરી નાખવા આજ્ઞા આપી.
વરૂને ઘેટાની વાત ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org