________________
‘આ હુક્મ અન્યાયી છે.' આચાર્યશ્રીએ વાત પૂરી કરી.
‘વિધિના લેખ પર કોઈ મેખ મારી શકે ખરો ?' કુમારપાળે પ્રશ્ન ર્યો. ‘કોઈ પણ નહિ. ચક્વર્તી કે ખુદ ઈશ્વરી અવતાર પણ નહિ.' ગુરુજી
બોલ્યા.
‘ગુરુદેવ ! તો મને આજ્ઞા મળે !' કુમારપાળે રજા માગી, વધારામાં કહ્યું, ‘જો આપની વાત સાચી થઈ, મને શૂળીમાંથી સિંહાસન મળશે, તો આપ રાજા રહેશો, હું આપનો ચરણસેવક રહીશ.' .
‘નરકેસરી વા નરકેશ્વરી. એવા નરના કારણરૂપ રાજથી અમારે સર્યું,’ ગુરુ હેમચંદ્ર બોલ્યા : ‘રાજા થાઓ તો ધર્મને ન ભૂલશો. કાં ઉદ્ય મહેતા ? હા સ્વામી ! ઉધના જીવનમાં તો ધર્મનો જ પ્રતાપ છે.' ગુરુદેવ વળી જૂની વાત યાદ કરતાં બોલ્યા,
‘મહેતાજી ! યાદ છે. ગુરુદેવે તમને ચંગા નામના બાળક માટે ક્યું હતું, કે એ આગળ જતાં મહાન થશે : ને એ વાણી સાચી પડી ને ?'
‘હા ગુરુદેવ ! એનું જીવતુંજાગતું ઉદહરણ આપ જ છો.'
‘આજ એ જ ગુરુ પાસેથી મેળવેલા જ્ઞાનના બળે હું કહું છું. કુમારપાળ આજથી સાતમે વર્ષે ગુર્જરેશ્વર બનશે. ગુજરાતને શોભાવશે. બને તેટલી મદદ કરો, તેને ! એ રાષ્ટ્રસેવા જ છે.’
‘જેવી ગુરુની આજ્ઞા !' ઉદ્ય મહેતાએ ગુરુને પ્રણામ ક્યું, ને ઊભા
થયા.
મહેમાનને લઈ ઘેર આવ્યા.
દિવસોના ભૂખ્યા, દિવસોના થાકેલા મહેમાનની સેવા કરી. થોડા હાડા રોક્યા, ને એક દહાડો ગાંઠે ગરથ બંધાવી ગુજરાત બહાર મોક્લી આપ્યા. ઘરમાં બહુ દહાડા રાખવા સલામત નહોતા.
જ્યેષ્ઠ પુત્ર આંબડને અને મહેતાજીને રોજ ચર્ચા થતી. પુત્ર હેતો : ‘આ કામ રાજવિરુદ્ધનું છે. આપણાથી ન થાય.’
ઉદા મહેતા કહેતા : ‘ભાઈ, રાજ કરતાં આખરે તો ધર્મ મોટો છે. આપણે
૯૪ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org