________________
મહેતાજીના મુખ પર અનેક જાતની રેખાઓ તરવરી રહી. એ અંદર ચાલતા તોફાનને બહાર જાહેર કરતી હતી. એ મૂંઝવણમાં હતા ત્યાં મહાગુરુનો અવાજ આવ્યો.
મહેતાજી! દૂધના દાઝયા છાશ ફેંકને ન પીશો ! બાપ અન્યાય કરે તો બાપ છે, માટે ખમી ખાશો. દીકરો અધર્મ આચરે, તો એ કરો છે, માટે વેઠી લેશો. ધણી જુલમ કરે તો ધણી છે, એમ સમજી આંખ આડા કાન કરશો. પછી સતધરમનો પ્રચાર શી રીતે કરશો ?'
મહારાજ ! રાજદ્રોહી માણસ છે. સ્વામીનો દ્રોહ કેમ કરું?'
મહારાજ જયસિંહ તરફ મને પણ પ્રીતિ છે. એને દેશદેશમાં ઊજળો કરી બતાવવા તો આ કમ લઈને બેઠો છું. પણ આ તો એનો અન્યાય છે. આ નર સામાન્ય નથી. ભાવિ ગુર્જરેશ્વર છે. સાંભળ
“કૃષ્ણ પક્ષ ને બર્તિક માસ,
- તિથિ દ્વિતીયા ને રવિ ખાસ. વિક્રમ નૃપની સંવત ધાર,
અગિયારસો નવ્વાણું સાર. ચંદ્ર હસ્તનક્ષત્રે જોય,
કુમારપાળ ગુર્જર-નૃપ હોય. “એ વાણી જો ખોટી રે,
સાધુ હેમચંદ્ર ફરી નહીં ઓચરે.
કપૂરચંદ કાછલિયા ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org