________________
બેઠો-બેઠો એ પૂરો કરી લઉં ત્યાં સુધીમાં તમારી વાત પણ પૂરી થઈ જશે.” છોકો આટલું કહેતો-દ્દેતો બહાર ચાલ્યો ગયો.
મહેતાજીની આંખો મુસાફર પર સ્થિર થઈ ગઈ. વળી એ પગથી માથા સુધી ફરી રહી. તરત કંઈક કહેવા જતા હતા, ત્યાં મુસાફર બોલ્યો,
હું કપૂરચંદ કાછલિયો નથી. કુમારપાળ સોલંક છું.” કુમારપાળ ? અત્યારે કે ?' મહેતાજીએ કહ્યું.
“મદદ માગવા. કપૂરચંદ કાછલિયાના માથાનાં છલાં જુદાં નથી થયાં, એટલું નસીબ છે : બાકી તો માથે દુ:ખનાં ઝાડ ઊગ્યાં છે.”
ઊગે...તમારા માથે તો રોજનો ખોફ છે ને !”
એ ખોફમાંથી કોઈ બચાવી શકે તો તમે બચાવી શકો, એમ સહુ કહે છે. વગર કારણે રાજા મને દંડે છે.' મુસાફરે કહ્યું, એના શબ્દોમાં આજીજી હતી.
“રજનો શત્રુ એ મારો શત્રુ. મને રાજદ્રોહી ન બનાવો. સવારે જ તમારો મિત્ર વીસરી બ્રાહ્મણ મને મળી ગયો હતો. મેં એને ચોખ્ખા શબ્દોમાં મારી વાત
જ્હી દીધી હતી. શ્રીમાનું ! રાજશત્રુ એ મારો શત્રુ. લેઈ રાજસેવક તમને જોઈ ન જાય, એ પહેલાં તમે ચાલ્યા જાઓ.”
મંત્રીરાજ! તમે પણ બીજાની જેમ ન્યાય-અન્યાય કંઈ જ જોશો નહિ? તમારાં અહિંસા, સત્ય, તમને કંઈ જ કહેતાં નથી ? કુમારપાળ દલીલો કરી. એમાં દયા જગાડે એવા સ્વરો હતા
“મને લૂણહરામ ન બનાવો. ચાલ્યા જાઓ અહીંથી.” ઉદા મહેતાને ખંભાતવાળા ખતીબનો પ્રસંગ યાદ આવ્યો. એમાં દોરડું સાપ બન્યું હતું. અહીં તો ખુદ સાપ હતો.
રાજા જાણે તો ઘાણીએ ઘાલી તેલ કઢે.
મુસાફરના મોં પર ખેદનો ભાવ આવ્યો. એ નિસાસો નાખી પાછો ફરતો બોલ્યો,
“તો દુ:ખીનું બ્રેઈ નથી ને ? સહુ સંપત્તિનાં, સત્તાનાં સગાં, ધર્મની સગાઈ કોઈને નહિ. નીતિ-ન્યાય હવે ધેવાનાં રહ્યાં !”
૯૦ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org