________________
તમે તમારા બાપાજીને ખુશ કરો, અને મમરાના લાડવા તમને ખુશ કરે, કેમ ? બાપાજી ને લાડવાજી બંને બરાબર.’ મુસાફરે વાત આગળ વધારવા જરા રમૂજ કરતાં હ્યું.
‘તમે બાપાજીને અને મમરાના લાડવાને એકસરખા કેમ ક્યો છો ?' બાળક્ને મુસાફરમાં ઓછી અક્લ લાગી. ‘સમજતા નથી કે લાડવો તો ખવાય, બાપાજી કંઈ ખવાય છે ? લો, એક લાડવો લેશો ?’
‘ના, ના ભાઈ ! મને ભૂખ નથી.' કપૂરચંદે હ્યું.
‘અરે, ભૂખ તો મને પણ નથી. બાકી મમરા-ગોળના લાડવાને અને ભૂખને શું લેવાદેવા ? એ તો વગર ભૂખે પણ ખવાય. લો, એક લો.’ છોકરાએ આગ્રહ ર્યો.
‘વળતાં લઈશું. હવે પૌષધશાળા કેટલી દૂર હશે ?'
‘અરે, આ સામે રહી. મારે આ લાડવો પૂરેપૂરો ખાઈ જવો હતો, એટલે આપણે પૌષધશાળાની ચારે કોર આંટા મારતા હતા. લો, પેલે ઘેર પાણી પીને માઁ ચોખ્ખું કરી આવું. સિસોટી વગાડવી પડશે ને ?'
એમ બોલતો બોલતો છોકરો પાસેના ઘરમાં પેસી ગયો. થોડી વારે પાણી પી, અંગરખાની ચાળે મોં લૂછતો બહાર આવ્યો.
‘ચાલો, પાછળના દરવાજેથી અંદર જઈએ.'
મુસાફર અને બાળક અંદર પેઠા.
મુસાફરે આવડું મોટું માન પાટણમાંય જોયું નહોતું. એ પૌષધશાળા હતી. નાલંદા-તક્ષશિલાની જૂની વિદ્યાપીઠોની વાતો સાંભળી હતી. એના જેવું આ લાગ્યું.
પૌષધશાળા મોટી હવેલી જેવી હતી.
શરૂઆતમાં કેટલાક શ્રાવકો સામાયિક લઈને બેઠા હતા. કેટલાક ગૃહસ્થો ઉપાધ્યાય પાસે ભણતા હતા.
આગળ વધતાં દેશદેશથી આવેલા પંડિતોનાં આસનો પડેલાં હતાં. એના પર કોઈ મૈથિલ પંડિત, કોઈ માલવીય પંડિત બેઠા હતા.
૮૮ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org