________________
ભલભલાની ચોટી મંતરી નાખે.” દરવાને થાકને છેવટે લાંબા વિચારો મૂકી દીધા.
એટલામાં તો નાનો છોકરો બહાર આવ્યો. એણે નાની ધોતલી, નાની અંગરખી ને માથે નાની પાઘડી મૂકી હતી. આવતાંની સાથે બોલ્યો,
“આપને મહેતાજી પાસે લઈ જવા માતાજીએ મને હુકમ કર્યો છે, અને છોકરો આગળ થયો.
મુસાફર પાછળ પાછળ ચાલ્યો. બંને જણા રસ્તામાં વાતે વળગ્યા. મુસાફરે પૂછ્યું. મહેતાજી તમારે શું થાય ? છોકરો હે, “મારા બાપાજી થાય.'
વાહ વાહ ! વારુ, આપણે તમારા બાપાજીને જરા ખાનગીમાં મળવું છે. કેઈ ન જાણે, એમ મળવું છે. તમે બોલાવી શકશો ? કપૂરચંદ કાછલિયાએ છોકરાને બહુમાનથી બોલાવ્યો.
“કશી ચિંતા ન કરશો. મને સિસોટી વગાડતાં સરસ આવડે છે.” ને છોકરો બે આંગળી મોંમાં મૂક સિસોટીઓ વગાડવા લાગ્યો.
તે સિસોટીથી શું કરશો ? કપૂરચંદને છોકરામાં રસ પડ્યો.
સિસોટી વગાડીને બોલાવીશ. મારી સિસોટી બાપાજી જાણે છે. ઘણી વાર એ રીતે હું બોલાવું છું.' છોકરો છાતી ફ્લાવતો બોલ્યો.
તમારા પર બાપાજી ખુશ રહેતા લાગે છે.”
“બાપાજી આમ તો માયાળુ છે, પણ આમ બહુ ગરમ છે. ઘરમાં ચિડાય ત્યારે સહુને માથે જોવાજેવી રંગભડી થાય. પણ હું સિસોટી વગાડતો ત્યાં પહોંચે કે ધોળો વાવટો જાણે ફરક્યો. બાપાજી મને જાએ ને હસી પડે. એમનો ધ રફુચક્કર થઈ જાય. આ કારણે માતાજી પણ મને બહુ લાડ લડાવે છે. રોજ મમરા-ગોળના લાડવા આપે છે. જુઓ, એ તો અત્યારે મારા ખિસ્સામાં પડ્યા છે. માતાજીએ બે લાડવા આપ્યા તો જ તમારી સાથે આવ્યો. બેઈ પણ કામમાં ગળ્યું મોં થવું જોઈએ.” છોકરાએ ભોળાભાવે પોતાની હોશિયારીની વાતો કરવા માંડી.
કપૂરચંદ કાછલિયા ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org