________________
દુનિયાનો કયો છે, કે જે વસ્તુને છોડવા માગો, એ વધુ ને વધુ વળગતી આવે. કહ્યું છે ને, “ન માગે દોડતું આવે !”
ઉદા મહેતા ઘર કરતાં પૌષધશાળામાં વધુ રહેતા.
મહાન આચાર્ય હેમચંદ્રાચાર્ય હમણાં ખંભાતમાં હતા. ઉદા મહેતા આ મહાન આચાર્યને જોતા, ને એમની જૂની યાદ આવતી. કયાં એ ધંધૂકની ધૂળમાં રમતો ચંગો ! ક્યાં એનો બાપ ! વી એની મા ! ક્વા આજના રાજમાન્ય આચાર્યદેવ ! સરસ્વતીના અવતાર ! વિદ્યાના સ્વામી ! શાસના બળથી થયેલું, થતું ને થનારું ભાખનાર. કલિકાળના સર્વજ્ઞ.
કપૂરચંદ બછલિયાએ કહ્યું, “ભાઈ ! મહેતાજીને કહે કે આરામ લેવાનો સમય નથી. ખાસ ખેપનું વહાણ લઈને આવ્યો છું. જરૂરી કામે મળવું છે.”
તો મહેતાજી પૌષધશાળામાં મળે. હમણાં આચાર્યદેવ અહીં છે.” છોકરાએ ક્યું
‘વારુ તો મને પૌષધશાળાનો રસ્તો બતાવશો ?' ઊભા રહો. માતાજીની રજા લઈ આવું.' છોકરો અંદર ગયો. કપૂરચંદ ચહ જોઈને ઊભો રહ્યો.
દરવાન જૂના જમાનાનો માણસ હતો. એ ઝીણી આંખે આ પુરુષને નીરખી રહ્યો. ભલે કપાળમાં બદામ આકાર તિલક હોય, ભલેને ખભે ખેસ હોય અને ધર્મ જૈન જેવો લાગતો હોય પણ વંશવેલો તો ક્ષત્રિયનો જ હોવો જોઈએ.
દરવાનું અનુમાન કર્યું, ને નિર્ણય લીધો,
કપૂરચંદ કાછલિયાની આંખ વેપારીની નથી. નેણ કટારી જેવાં છે. ભાષા વેપારીની નથી. એમાં રજપૂતની તોછડાઈ છે.
પણ હજારો રાઠોડો, પરમારો, ચાવડાઓ જૈન ધર્મી બન્યા હતા. એમાંનો આ એક કેમ ન હોય !
અત્યારે તો જૈનો ક્લમ-બહાદુર હતા, ને સમશેર-બહાદુર પણ હતા. એમાંનો આ પણ એક હોય.
જે હોય તે. મારે શી પંચાત ? મહેતાજી ક્યાં છેતરાય એવા છે !
૮૬
ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org