________________
દરવાને નવા મુસાફર સામે જોયું. મુસાફરનો વેશ વાણિયા-શ્રાવનો હતો. લાંબું અંગરખું હતું. માથે લાલ પાઘ હતી. બનમાં ત્રણ મોતીની વાળી હતી. પગમાં તોડો હતો ખભે ખેશ હતો. મનમાં ક્લમ ખોસેલી હતી. દરવાને આ બધા દેવર જોઈ જવાબ આપવાને બદલે સવાલ ર્યો : તમારું નામ ?” ‘પૂરચંદ કાછલિયા.” મુસાફરે જવાબ આપ્યો.
ક્યાંથી આવો છો ? દરવાને વધુ પ્રશ્ન કર્યો. “ગોવા બંદરથી,” મુસાફરે એટલી જ શાંતિથી જવાબ આપ્યો.
આ વાતચીત ચાલતી હતી ત્યાં અંદરથી એક નાનો છોકરો આવ્યો. એણે કહ્યું : .
“અરે નાયજી ! અંદરથી માતાજીએ કહેવડાવ્યું છે, કે મહેમાન દીવાનખાનામાં બેસે. આરામ કરે. એટલી વારમાં મહેતાજી આવી જશે. અપાસરે ગયા છે.”
ખંભાતમાં વસતા દંડનાયક ઉદ્ય મહેતા હમણાં હમણાં ધર્મમાં વધુ રસ લેતા થયા હતા, માનવીને ધર્મનું શરણ સાચું, બીજું બધું કાચું.
રાજકાજ તો લેઈ વાર તારે, કોઈ વાર ડુબાડે. ઉદા મહેતાને આ રાજકાજનાં કળાં પાણીની અને એમાં વસતા કલીય નાગની ખબર પડી ગઈ હતી.
કળા કળા કલંદીનાં પાણી
અને એમાં વસે નાગ બલી. ત્યારથી જીવ કંઈક ઊંચો થઈ ગયો હતો. હવે એ ચેતીને ચાલવા લાગ્યા હતા. ધરમીને ઘેર વહેલી ધાડ પડે. રાજાજ કરતાં ધર્મનાં કમ તરફ તેમની રુચિ વધતી ગઈ હતી, પણ
કપુરચંદ કાછલિયા ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org