________________
૪૦
શ્રીવિજયયવસૂરીશ્વરકૃત વડી દીક્ષા આપવાને વ્યહાર શરૂ થશે. હાલ પણ તે જ પદ્ધતિ ચાલુ જ છે. આચારનું પાલન એ જ્ઞાનને આધીન છે, આ આશયથી જણાવ્યું કે–
पढमं नाणं तओ दया एवं चिट्टइ सव्वसंजए । अण्णाणी कि काही कि वा नाहिही छेयपावगं ।। १ । सोआ जाणइ कल्लाणं सोचा जाणइ पावगं ।। उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ २ ॥
અર્થ–પહેલું જ્ઞાન અને પછી દયા એટલે જીવ અજીવને જાણ્યા બાદ જીવનું રક્ષણ કરાય, તેથી દયા પાલવામાં પહેલાં જ્ઞાનની વધારે જરૂરિયાત છે. એ પ્રમાણે વર્તવાથી સર્વ સંય મોક્ષમાર્ગની આરાધના કરી શકે છે; તેમાં ટકી શકી છે. છવાદિતાને નહિ જાણનાર, અજ્ઞાની છવ શું આત્મહિત સાધવાનો છે? અર્થાત તે આત્માનું હિત સાધી શકતો નથી. મારે શું હિતકારી છે ? શું અહિતકારી છે? તે પણ અજ્ઞાની જીવ જાણી શકતો નથી. (૧) ભવ્ય જીવ શ્રી જિનેશ્વર ભગવંતનાં વચન સાંભળીને કલ્યાણ અને પાપને તથા તે બંનેને જાણે છે, ને જાણ્યા પછી જે માગે આત્મહિત જણાય, તે માર્ગને સાધે છે. અહીં કલ્યાણ પરથી સમ્યગ્દર્શનાદિ ત્રણની એકઠી આરાધના સમજવી. (૨) આ રીતે મુનિવરોને પરમ ઉલ્લાસથી નિર્મલ સંયમની સાત્વિકી આરાધના કરવામાં આચાર એટલે ગ્રહણ શિક્ષા અને આસેવના શિક્ષાને જાણવાની બહુ જ જરૂરિયાત જાણીને સૂત્રોની સ્થાપના કરવામાં શ્રી ગણધર ભગવંતે શ્રી આચારાંગને પહેલું સ્થાપ્યું. અહીં છાપેલી પ્રત પ્રમાણે ૪૦૨ સૂત્રો છે, સૂત્રગાથા લગભગ ૧૪૭ છે. નિયંતિની ગાથા ૩૫૬ છે, તેમાં ટીકા વિનાની ૭ ગાથાઓ, મહાપરિજ્ઞાધ્યયનની નિર્યુક્તિની છે એમ છાપેલી પ્રતની છેવટે જણાવ્યું છે. શ્રીભદ્રબાહુ સ્વામીના, નિર્યુક્તિની ૧૧મી ગાથામાં કહેલાં વચનથી જણાય છે કે આ પહેલા અંગનું બીજુ નામ “ઢ” છે, અને સાતમી ગાથામાં આચાલ વગેરે નવ નામ આ પહેલા અંગના જણાવ્યાં છે. આ સૂત્રના બે શ્રતસ્કંધો છે, વિશેષાવશ્યકમાં ૯૦૦મી ગાથામાં સ્કંધને અર્થ-સમુદાય કર્યો છે. તેથી શ્રત એટલો સૂત્રો, તે સૂત્ર વગેરેને જે સમુદાય, તે શ્રુતસ્કંધ કહેવાય. અહીં આદિ (વગેરે) શબ્દથી મૂલસૂત્રમાં કહેલી ગાથાઓ વગેરે લઈ શકાય, કારણ કે, અહીં ગદ્યભાગ ઉપરાંત લગભગ -૧૪૭ ગાથાઓ પદ્યમાં પણ છે, કેટલાક વિદ્વાને ૧૪૭થી વધારે ગાથાઓનું પ્રમાણ જણાવે છે છઠ્ઠા ધુત અધ્યયનના પહેલા ઉદેશામાં ૧૪-૧૫-૧૬ એમ ત્રણ પદ્યો “અનુષ્કર્ભર છંદમાં છે, સાતમા વિમોહ નામના અધ્યયનના છેલ્લા ઉદ્દેશામાં ૧૭ માથી ૪૧મા સુધીનાં પડ્યો અનુષ્ટભ છંદને અનુસરે છે. નવમું ઉપધાનશ્રત પણ પદ્યમાં છે, અને તે “ગાથાનુણ્ભસંસૃષ્ટિ નામથી ઓળખાયેલ મિશ્ર છંદને અનુસરે છે.
તથા ભાવના અધ્યયનને છેડે ભાગ પદ્ય છે, એમાં ૧૧૨-૧૩૫ પદ્યો, ને વિમુક્તિ અધ્યયનમાં ૧૩-૧૪૭ પદ્યો છે. આથી સ્પષ્ટ સમજાય છે કે, અહીં સંખ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org