________________
ર૭
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ૧૯૫૮માં છપાયું હતું. હાલ મળી શકતું નથી. મહાવીર સાહિત્ય પ્રકાશનમંદિર તરફથી પહેલા શ્રુતસ્કંધનો ગુજરાતી અર્થ ઈસ. ૧૯૩૬ માં છપાયો હતો. હર્મન જેકેબીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો તે છપાયો છે. તથા પહેલા શ્રુતસ્કંધને જર્મન ભાષામાં પણ અનુવાદ થયો છે. આ રીતે પહેલાં અંગના નિયુક્તિ આદિની બીના સંક્ષેપમાં જણાવી દીધી.
બીજા શ્રી સવકૃતાંગ સૂત્રની નિર્યુકિત વગેરેનું વર્ણન (૧) સૂત્ર-આ બીજા અંગના બે શ્રતસ્કંધનાં ર૩ અધ્યયનનાં મૂલ સૂત્રોનું પ્રમાણ ર૧૦૦ શ્લોક છે. (૨) નિયુક્તિ-શ્રી ભદ્રબાહુ સ્વામિએ આર્યા છંદમાં પ્રાકૃત (જૈન મહારાષ્ટ્રીય પ્રાકૃત) ર૦૮ (ર૦૫) ગાથા પ્રમાણુ નિર્યુક્તિ રચી. તેનું પ્રમાણ ૨૬૫ શ્લોક છે. (૩) ચૂણિકર્તા જિનદાસ ગણ એમ છાપેલી પ્રતની શરૂઆતમાં કહ્યું છે. તેમણે રચેલી ચૂર્ણિનું પ્રમાણ ૧૦૦૦૦ શ્લોક છે. તેને (ચૂર્ણિને) મૂલસૂત્ર અને નિર્યુક્તિને અનુસરીને અર્થ સમજાવવાનું કામ હોય છે. આ ચૂણિ રતલામની ઋષભદાસ કેસરીમલ . સંસ્થા તરફથી વિ. સં૦ ૧૯૯૭માં છપાઇ છે. હાલ મળી શકે છે. (૪) ટીકા-શ્રી શીલાંકાચાર્યે મૂલસૂત્ર અને નિયુક્તિને અનુસરે ૧૨૮૫૦ શ્લોકપ્રમાણ સંસ્કૃત ટીકા બનાવી. આ ટીકાની વિ. સં. ૧૩૨૭માં લખાયેલી એક પ્રત વિજાપુરમાં છે, ને ૧૪પ૪માં લખાયેલી તાડપત્રની પ્રત ખંભાતમાં છે. આ સૂત્રની ઉપર બે દીપિકા છે. તેમાં હર્ષકુલગણિએ વિ. સં. ૧૫૮૩માં સૂત્રકૃતાંગદીપિકા રચી. તે ટીકા પાર્ધચંદ્રસૂરિકૃત બાલાવબોધ સાથે ભીમસિંહ માણેક તરફથી આચારાંગ સૂત્રના ચોપડાની માફક ચોપડા આકારે છપાઈ હતી. અને ઉપા- સાધુરગ ટીકાના આધારે વિ. સંo ૧૫૯૯ માં દીપિકા રચી. ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમંદિરમાં આ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના વાર્તિકની એક પ્રત છે. વાર્તિક સૂત્રનો ટૂંક અર્થ સમજાવે છે. તે બાલાવબોધમાં વિસ્તારથી અર્થ કહેવાય છે. બીજી સંસ્થાઓ તરફથી હિંદી ગુજરાતી ભાષાંતર પણ છપાયા છે. તેમજ હર્મન જેકેબીએ આ સૂત્રનું પણ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. આ રીતે શ્રી સૂત્રકૃતાંગની નિર્યુક્તિ આદિની બીના જણાવી.
ત્રીજા શ્રી સ્થાનાંગસૂત્રની નિયુક્તિ આદિનું વર્ણન
સ્થાનાંગ એ દ્વાદશાંગીનું ત્રીજું અંગ છે. જેમ સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધ કહ્યા, તેવું અહીં નથી. એટલે શ્રુતસ્કંધ એક છે, દસ અધ્યયને છે, ને ર૧ ઉદ્દેશનકાલ છે. બીજા દ્વિસ્થાનક અધ્યયનના, ત્રીજા ત્રિસ્થાનક અધ્યયનના, ને ચોથા ચતુ:સ્થાનકાધ્યયનના ચાર ચાર ઉદ્દેશ છે. અને પાંચમા પંચસ્થાનક અધ્યયનના ત્રણ ઉદ્દેશ છે. અહીં ૭૮૩ સૂત્રો છે, ને ૭૨૦૦૦ પદો કહ્યાં છે. હાલ દેખાતું પ્રમાણ બહુ જ નાનું છે. કારણ કે ઘણે ભાગ વિરછેદ પામ્યા છે. મૂલસૂત્રના કર્તા શ્રી સુધર્માસ્વામી. સૂત્રનું પ્રમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org