________________
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત પ્રત વિ. સં. ૧૪૫૦ માં લખાયેલી ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં છે. તે રતલામની શ્રી ઋષભદેવજી કેશરીમલજી નામની સંસ્થાએ છપાવી છે.
૪. વૃત્તિ-આ નિયુક્તિ, ભાષ્ય, ચૂણિના અર્થ બહુ જ સ્પષ્ટ રીતે સમજાવવાનું કામ કરે છે. શ્રી ગંધહસ્તિ મહારાજે રચેલી ટીકાને વિછેદ થવાથી તેના આધારે ગુપ્ત સંવત ૭૭રમાં ગંભૂતા ગામમાં શ્રી શીલાંકાચાર્યે સરલ ટીકા રચી, જે હાલ આ સૂત્રનો સ્પષ્ટ બંધ કરાવે છે. તેમને પ્રસ્તુત વૃત્તિ-રચનાના કાર્યમાં વાહરિ નામના સાધુએ સહાય કરી છે. આ ટીકાનું પ્રમાણ ૧૨૦૦ શ્લોક છે. અહીં આ સૂત્રની ટીકા શરૂ કરતાં મંગલાચરણના ત્રીજા લેકમાં ટીકાકાર જણાવે છે કે-“અરરિઝવવરજમવિદ્યુટ્રન મiઘતિકૃતિ છે તમાસુઘાર્થ yrqસુનકના સારમ્ II રૂ ૫ અર્થ-શ્રી ગાંધહસ્તિ મહારાજે રચેલું શસ્ત્રપરિણા નામના પહેલા અધ્યયનનું વિવરણ સમજવામાં બહુ કઠિન હતું, જિજ્ઞાસુ ભવ્ય જીવોને સુખે કરી આ સૂત્રનો બોધ થાય આ ઈરાદાથી હું તેમાંથી જલદી સાર લઉં છું, એટલે તેને સાર લઈને ટીકા બનાવું છું. ૩ શ્રી પ્રભાવકચરિત્ર વગેરે ગ્રંથોના આધારે જણાય છે કે અંગસૂત્રની ઉપર શ્રી ગંધહસ્તિ વગેરે મહાપુરૂષોએ ટીકાઓ રચી હતી. તે પ્રાચીન ટીકાના નામથી કે મૂલ ટીકાના નામથી ઓળખાય છે. કાલદોષથી તે ટીકાઓને વિચ્છેદ થશે. ત્યારે શ્રી અભયદેવસૂરિ મહારાજે ૩ શ્રી સ્થાનાંગસૂત્ર, ૪ શ્રી સમવાયાંગસૂત્ર, ૫ શ્રી ભગવતીસૂત્ર, ૬ જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર, ૭ ઉપાસક દશાંગસૂત્ર, ૮ અંતકૃદશાંગસૂત્ર, ૯ અનુત્તરપપાતિકસૂત્ર, ૧૦ પ્રશ્ન વ્યાકરણસૂત્ર, ૧૧ વિપાકસૂત્ર એમ નવ સૂત્રોની ટીકાએ નવી બનાવી. પહેલા અંગની અને બીજા અંગની શ્રી શીલાંકાચાયે રચેલી ટીકાઓ હયાત હતી, તેથી તેમણે શ્રી સ્થાનાંગાદિ નવ અંગોની ટીકા રચી. તેથી હાલ પણ તેઓ નવાંગીવૃત્તિકાર તરીકે સુપ્રસિદ્ધ છે. બીજા ગ્રંથમાં આચારાંગવૃત્તિને રચનાકાલ, શક સં૦ ૭૮૪ અને ૭૯૮ જણાવ્યો છે. કેટલાક વિદ્વાને ગંધહસ્તિ શબ્દથી તસ્વાર્થ સૂત્રની ભાષ્યાનુસારિણી ટીકાના બનાવનાર શ્રી સિદ્ધસેન ગણિને લેવાનું જણાવે છે. આ સૂત્રની વિ૦ સંo ૧૩૦૩માં લખાયેલી તાડપત્રીય પ્રત ખંભાતમાં છે. એક ટીકા શ્રી શાંતિસૂરિ મહારાજે બનાવી હતી, પણ હાલ મળી શકતી નથી. વિ.સં. ૧૪૯ર માં એની એક પ્રત તાડપત્રમાં લખાઈ હતી. (૧) આચારાંગની ઉપર ત્રણ દીપિકા છે, તેમાં અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય માણિકયશેખરસૂરિએ બનાવેલી દીપિકાને નિર્દેશ આવશ્યકસૂત્ર નિર્યુક્તિની પોતે બનાવેલી દીપિકામાં કર્યો છે. (૨) જિનહંસસૂરિએ ૧૫૮૨ માં રચી. (૩) શ્રી અજિતદેવસૂરિએ પ્રાય: વિ૦ ૧૬ર૯ માં દીપિકા રચી. લક્ષ્મીકલાલ સાધુએ રચેલી અવસૂરિનું નામ “તરવાવામ’ છે. અને બીજી અવસૂરિની હાથ પોથી ભાંડારકર વિદ્યા સંશોધનમંદિરમાં છે. એમ આ સૂત્રની ઉપર બે અવસૂરિ છે.
ભાષાંતર : રવજી દેવરાજે આચારાંગનું ભાષાંતર કર્યું હતું. તે વિ.સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org