________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી
૨૫ બીજી ચૂલિકા. ૩ ભાવના. ૪ વિમુક્તિ. પ નિશીથાધ્યયન. જે મૂલ સૂત્રમાં નહિ કહેલી બીનાને જણાવે, ને કહેલી બીનાને સ્પષ્ટ સમજાવે, તે ચૂલિકા કહેવાય. પદપ્રમાણની અપેક્ષાએ વિચારતાં, પહેલા શ્રુતસ્કંધની સાથે, ચાર ચૂલિકારૂપ બીજો શ્રુતસ્કંધ ભળતાં આચારાંગનું પ્રમાણ બહુ કહેવાય. તેમાં નિશીથ સૂત્રને ભેળવીએ તો બહુતર જાણવું, અને અનંતા ગમપર્યાયરૂપ હેવાથી આચારાંગનું પ્રમાણ બહુતમ કહ્યું છે, તથા “ શાયરો ગવારો' ઇત્યાદિ (૭મી ગાથામાં આચાલ, આગાલ, આકર, આશ્વાસ આદર્શ, અંગ, આચીણ, આજાતિ, આમોક્ષ, એમ આચાર અને અંગનું વિભાગથી સ્વરૂપ જણાવતાં નિર્યુક્તિકારે, આચારના નવ નામ જણાવતાં આ સૂત્રનાં નવ નામો
કહ્યાં છે.
ર-સૂત્ર-થોડા શબ્દોમાં ઘણે અર્થ જણાવે છે. તેથી કયા સૂત્રનો સંબંધ બીજા કયા સૂત્રની સાથે ઘટે છે? આ બીનાને સમજાવનારી નિયુક્તિ છે. પ્રોઢ પ્રાકૃત ભાષામાં છંદોબદ્ધ નિર્યુક્તિની રચના સામાન્ય જ્ઞાની ન જ કરી શકે. માટે જ કહ્યું છે કે, નિયુક્તિના રચનારા પૂર્વધર ભગવંતો જ હોય. તેમાં પણ ચૌદ પૂવીને પ્રથમ કહ્યા છે. આ પહેલા અંગસૂત્રની પણ નિર્યુક્તિના બનાવનાર, ચૌદ પૂવી શ્રીભદ્રબાહુ સ્વામી કહ્યા છે. તેમણે બીજાં સૂત્રોની ઉપર પણ નિર્યુક્તિઓ રચી છે, એમ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિની ૮૪-૮૫ મી ગાથામાં જણાવ્યું છે. તેનો ટૂંક સાર એ છે કે, ૧ આવશ્યકસૂત્ર, ૨ દશવૈકાલિકસૂત્ર, ૩ ઉત્તરાધ્યયનસૂત્ર, ૪ આચારાંગ સૂત્ર, ૫ સૂત્રકૃતાંગસૂત્ર, ૬ દશાશ્રુતસ્કંધ, ૭ કલ્પ, ૮ વ્યવહારસૂત્ર, ૯ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૧૦ ગષિભાષિતોની નિયુકિતઓ કહીશ. એમ શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ કહેલ છે. તેથી સમજવાનું મળે છે કે તેમણે શ્રી આચારાંગાદિ દશસૂત્રોની નિર્યુક્તિઓ રચી છે. તેમણે આચારાંગની મહારાષ્ટ્રીય પ્રાકૃત નિયુક્તિ પણ આર્યા છંદમાં રચી છે. તેની ગાથાઓ, બહથ્રિપનિકાદિમાં ૩૬ર અને બીજા ગ્રંથમાં છેલ્લી ૩૪૯મી ગાથાની સાથે મહાપરિજ્ઞાધ્યયનની નિયુક્તિની ૭ ગાથાઓ ભેળવી ૩૫૬ ગાથાઓ જણાવી છે. તેનું પ્રમાણ ૪૫૦ શ્લોક છે. ઐતિહાસિક દષ્ટિએ વિચારતાં આ શ્રીભદ્રબાહુ સ્વામી શક સં. ૪ર૭માં હયાત હતા, એમ પટ્ટાવલી આદિમાં કહ્યું છે. આ નિયુક્તિ આગમોદય સમિતિ આદિ તરફથી છપાઈ છે.
૩. ચૂણિ–આ સૂત્ર ઉપર ભાષ્યની રચના કદાચ થઈ હોય, તો પણ તે હાલ મળી શકતું નથી. નિર્યુક્તિના અર્થને કંઈક વિસ્તારે સમજાવનાર ચૂર્ણિ છે. તેના રચનારા પૂર્વ ધારાદિ મહાપુરૂષો હોય છે. આચારાંગ સૂત્રની છપાયેલ ચૂણિની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે આના કર્તા શ્રી જિનદાસ ગણિ છે, તેનું પ્રમાણ ૮૩૦૦ શ્લોક છે. તેમાં પ્રાકૃત ભાષા મુખ્ય છે, ને કેટલેક સ્થલે સંસ્કૃત ભાષાના પણ પ્રયોગ વપરાયા છે. અન્યત્ર ચૂણિને પરિભાષા શબ્દથી ઓળખાવી છે. આ ચૂર્ણની એક તાડપત્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org