SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વસ્કૃત विषयानुबंधबधुर-मन्यन्न किमप्यहं फलं याचे ।। कित्वेकमिह जन्मनि-जिनमतरागं परत्रापि ।।२।। સ્પષ્ટાથે—હે પ્રભો! મને પૂરેપૂરી ખાત્રી છે કે, શબ્દાદિભાગનાં સાધનો, (સ્ત્રી વગેરે) ફક્ત, ઉપરથી જ સુંદર દેખાય છે, પણ અંદરના ભાગમાં તો કેવલ અશુચિ મય છે. માટે હું તેવા પદાર્થોની માગણી કરતો જ નથી. જેમાં અંદર કંઈ સાર ન દેખાય, તેવા સુદર બારદાનવાળા પદાર્થોને જોઈને મૂંઝાવું. એ તો મોટામાં મોટી મૂખઈ કહેવાય. આ જ મુદ્દાથી હું એ જ ચાહુ છું કે–આ ભવમાં અને હવે પછીના (મુક્તિપદને પમાડનારા છેલ્લા ભવથી પહેલાંના) દરેક ભવમાં આપના પ્રવચનમાં અખંડ રાગ નિરંતર ટકી રહે. ત્રિવિધ તાપને રામાવનારા, તથા ઉત્તમ દર્શન-જ્ઞાન-ક્રિયાની નિર્મલ આરાધનાથી પ્રકટ થતા સાત્ત્વિક આનંદલહરીના ધોધ પ્રવાહથી ભરેલા, ને ભાવસંપત્તિદાયક, શ્રી જૈન પ્રવચનોને પ્રાચીનકાલે પૂર્વ ધરાદિ મહાપુરૂષ ગુરુપરંપરાના કર્મ કરીને યાદ રાખી શિષ્ય પ્રશિષ્યાદિને ભણાવતા, ને તેઓ પણ વિશિષ્ટ સ્મરણશક્તિવાળા દેવાર્થી, યાદ રાખતા. આ પદ્ધતિ કેટલોક સમય ચાલ્યા બાદ દુષમકાલાદિના પ્રબલપણાથી તે સૂત્રાર્થધારક મુનિવરેની યાદશક્તિ વગેરે ઘટવા લાગ્યા. તેથી કાર્મગ્રંથિક મતે અને સિદ્ધાંતિક મતે પદાર્થતત્વના કેટલાક વિચારો જુદા જુદા જણાયા. આવી પરિસ્થિતિમાં તે તે કાલના મહાપુરૂષોને તે વિચારેને તદવસ્થરૂપે જ જણાવવા ઉચિત લાગ્યા. કારણ કે અમુક જ મત સાચી છે, એવો નિર્ણય છદ્મસ્થ જીવો ન જ કરી શકે. અને તે મહાપુરૂષો ભલે તે કાલની અપેક્ષાએ વિશિષ્ટ શાની કહેવાય. પણ પૂર્વના મહાજ્ઞાનીઓની અપેક્ષાએ તો અલપા છઘસ્ય જ કહી શકાય. તાત્પર્ય એ કે, આ મતભેદ, પૂર્વે જુદી જુદી વાચના થયેલી તેથી થયો હતો. એટલે તેને વાચનાભેદજન્ય કહી શકાય. વાચનાભેદ થવાનું કારણ એ હતું કે, ક્ષાયિકજ્ઞાનવાલા પૂજ્યપાદ ત્રિકાલભાવી સકલ તીર્થપતિ ભગવંતનો તે મૂલથી એક જ મત હતો, છે, ને રહેશે. કારણ કે ભૂતકાળમાં થઈ ગયેલા અનંતા તીર્થકરોમાંના એક પણ તીર્થકર ભગવંતે અર્થદેશના દેતાં એ શબ્દપ્રયોગ નથી કર્યો કે- આ પરમાણુ આદિ પદાર્થોના સ્વરૂપને હું પોતે જ જણાવું છું. પરંતુ એ જ જણાવ્યું કે, જેમ અતીત (પહેલાં થઈ ગયેલા) અનંતા તીર્થકરેએ જે પદાર્થનું સ્વરૂપ જેવા રૂપે કહ્યું, અને ભાવી અનંતા તીર્થકરે જે પદાર્થનું સ્વરૂપ જેવા રૂપે કહેશે, તેને અનુસારે જ હું આ વિવક્ષિત પરમાણ વગેરે પદાર્થના સ્વરૂપને કહું છું. અને આ કારણથી અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત. ભભવ ચાહના કરવા લાયક, જેનેન્દ્ર પ્રવચનની લોકોત્તરતા સિદ્ધ થાય છે કે, જેમાં ત્રકાલભાવી તમામ ધર્મોપદેશકોમાં પ્રરૂપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy