________________
ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે. વગેરે લોકોત્તર ગુણોથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલ આ શ્રી જૈન પ્રવચન કિરણાવલી નામને સાર્વજનિક સરલ ગ્રંથ પરમ કૃપાળુ આપશ્રીજીના કરકમલમાં સમપીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાનો શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરુદેવ (૩) શ્રી જેનેજ શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વગેરે સંપૂર્ણ આત્મરમણતાનાં સાધનો અને ભાભવ મળે,
નિવેદક : આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પદ્મની વંદના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org