________________
૬૩ર
શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત જ્ઞાનના વર્ણનમાં તેના મુખ્ય બે ભેદે, અને તે દરેકના બે બે ભેદ સમજાવતાં ક્ષપશમભાવની સાબિતી કરીને જણાવ્યું છે કે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાનના અનુગામી અવધિજ્ઞાન, વગેરે ૬ ભેદો છે એમ સમજવું. પછી આનુગામિક અવધિજ્ઞાનના વર્ણનમાં અંતગત અવધિજ્ઞાન અને મધ્યગત અવધિજ્ઞાન, નિયત અવધિજ્ઞાન, અનિયત અવધિજ્ઞાન વગેરેની હકીકતને સ્પષ્ટ સમજાવીને અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. પછી જઘન્યથી ને ઉત્કૃષ્ટથી વર્ધમાન-અવધિજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં કાલાદિની સૂક્ષ્મતા વગેરેનું પણ સ્વરૂપ જણાવીને ક્રમસર અવધિજ્ઞાનના હાયમાન, પ્રતિપાતી ને અપ્રતિપાતી ભેદનું સ્વરૂપ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અવધિજ્ઞાનનો વિચાર તથા બાહ્યાવધિ, અને અત્યંતરાવધિનું સ્વરૂપ વગેરે હકીકતોન વિસ્તારથી સમજાવી છે. અહીં અવધિજ્ઞાનનું વર્ણન પૂર્ણ થાય છે.
પછી મન:પર્યવજ્ઞાનના વર્ણનમાં અન્તરદ્વીપ, પર્યાપ્તિ અને ચારણ મુનિઓનું સ્વરૂપ જણાવીને તેના ભેદે, અને તેથી (મન:પર્યવજ્ઞાનથી ) જાણવા લાયક પદાર્થોનું સ્વરૂપ, તથા બે ક્ષુલ્લક (નાના) પ્રતરની બીનાને સ્પષ્ટ સમજાવી છે. પછી કેવલજ્ઞાનના વર્ણનમાં સ યોગીનું કેવલજ્ઞાન અને અગીનું કેવલજ્ઞાન તથા અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધના કેવલજ્ઞાનને જણાવતાં સત્પદ વગેરે ૮ પ્રકારે ક્ષેત્ર-કાલાદિની હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે અનંતરસિદ્ધોના ભેદે જણાવતાં સ્વયં બુદ્ધમાં ને પ્રત્યેકબુદ્ધમાં કઈ કઈ રીતે જુદાશ હોય છે તે અને સ્ત્રીઓ પણ મોક્ષે જરૂર જઈ શકે જ છે. આ બીનાએ વિસ્તારથી સમજાવીને દિગંબર મતનું ખંડન કર્યું છે. પછી પરંપરસિદ્ધોના કેવલજ્ઞાનના વર્ણનમાં એક-કાલે કેવલીને એક ઉપગ હોય કે બે (કેવલજ્ઞાન દર્શનનો ઉપયોગ હોય? આ પ્રશ્નનો ખુલાસો વિસ્તારથી કર્યો છે. અંતે શ્રીતીર્થંકરદેવોના વચનનું દ્રવ્યશ્રુતપણું સાબિત કરીને કેવલજ્ઞાનનું વર્ણન પૂરું કર્યું છે. પછી મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનનું વર્ણન શરૂ કર્યું છે. અહીં અનુક્રમે મતિજ્ઞાનમાં ને શ્રતજ્ઞાનમાં જુદાશ, તથા સમ્યફપણું ને મિથ્યાપણું, તેમજ અમૃતનિશ્રિત-મતિજ્ઞાનના
ત્પાતિકી બુદ્ધિ વગેરે ૪ ભેદોનું દષ્ટાંતે સાથે વર્ણન વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવી છે. મુતનિશ્રિત મતિજ્ઞાનના ૪ ભેદોનું સ્વરૂપ સમજાવતાં અનુક્રમે અવગ્રહના બે ભેદો, અને વ્યંજનાવગ્રહના ૪ ભેદો, મનનું ને આંખનું અપ્રાપકારીપણું, તેમજ પ્રાપકારી ૪ ઇંદ્રિય (કાન, ઘાણ, અશેન્દ્રિય, ભ)માં કાનનું પ્રાયકારીપણું વિસ્તારથી સમજાવતાં “શબ્દ એ આકાશનો ગુણ નથી, પણ પૌગલિક દ્રવ્ય છે ? વગેરે હકીકતોને પણ સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે ૬ અર્થાવગ્રહની બીના અને અવગ્રહના પાંચ પર્યાય વાચક શબ્દો, તથા ઈહા અપાય ને ધારણાના ભેદો અને પર્યાય વાચક શબ્દો, તેમજ અવગ્રહાદિને કાલ વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવી છે. પછી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવતાં પ્રતિબંધક(જગાડનાર)નું ને મલક (કેડિયા)નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org