________________
શ્રી જૈન પ્રવચનકિરણાવલી (શ્રી નંદીસૂત્રનો સંક્ષિપ્ત પરિચય)
૬૩૧ વધારે પ્રમાણમાં જણાય છે. (૨) તેમાં પણ બહુ જ સંક્ષેપ છે. એમ જાણીને ચૂણિના આધારે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ર૩૦૦ શ્લોક પ્રમાણુ નાની ટીકા બનાવી. (૩) આ ટીકામાં કઠીન પદોની ઉપર ૩૩૦૦ શ્લોક પ્રમાણુ ટિપ્પનકની રચના કરી હતી. (૪) શ્રી મલયગિરિ મહારાજે ચૂર્ણિ, લઘુવૃત્તિ આદિની કઠીનતાને દૂર કરવા માટે અને બાલાજીવોને શ્રીનંદીસૂત્રનું યથાર્થ સ્વરૂપ સમજાવવા ૭૭૩૨ શ્લેક પ્રકાણ મોટી ટીકા બનાવી. કેટલાએક ઐતિહાસિક ગ્રંથમાં કહ્યું છે કે આ ટકાની રચના વિ. સં. ૧ર૯૧માં થઈ છે. અને આ શ્રીનંદીસૂત્રના અર્થને સમજાવનારા બાલાવબોધ વગેરે બીજાં પણ સાધનામાંનાં કેટલાંક લભ્ય અને મુદ્રિત પણ છે. શ્રી આચારાંગાદિ આગમોરૂપી રનની પેટીને ઉઘાડનારી બે કૂંચીઓમાં એક કૂંચી શ્રી નંદીસૂત્ર કહી છે, ને બીજી કૂચી શ્રીઅનુયોગદ્વારસૂત્ર કહી છે. જેમ કૂંચી વિના પેટીને વાસેલું તાળું ઊઘડે નહીં, ને તેમાં રહેલા પદાર્થો વપરાય નહીં, તેમ શ્રીનંદીસૂત્રના અને અનુયાગદ્વારસૂત્રના અર્થને જાણ્યા વિના દ્વાદશાંગી-ગણિપિટકાદિનું યથાર્થ રહસ્ય જણાય જ નહિ. શ્રીનંદીસૂત્રના મૂલનું પ્રમાણ ૭૦૦ શ્લોકનું જાણવું. ૨૧૨.
શ્રીનંદીસૂત્રને રંક પરિચય આ સૂત્રમાં ૯૦ ગાથા સિવાયનો બાકીનો ભાગ ગદ્યમાં એટલે પંક્તિરૂપે છે. બીજા સૂત્રોની માફક અહીં અધ્યયનાદિ વિભાગ પાડયા નથી. શ્રી જિનશાસનમાં આ સૂત્ર જ્ઞાનનું નિરૂપણ કરે છે. તેથી પરમ મંગલિક ગણાય છે. માટે જ લાયક જીવોને શ્રી આચાર્યાદિ પદવી દેતી વખતે મૂલ નંદીસૂત્ર સંપૂર્ણ બોલાય છે. ને બીજા યોગેદ્વહનાદિ પ્રસંગે લઘુ નંદીસૂત્ર બેલાય છે. આ શ્રી નંદીસૂત્રની શરૂઆતમાં અનુક્રમે શ્રીતીર્થકર ભગવંત અને શ્રી મહાવીર સ્વામી વગેરેની સ્તુતિ કરીને શ્રીસંઘને (૧) નગર, (૨) ચક્ર, (૩) રથ, (૪) કમળ, (૫) ચંદ્ર, (૬) સૂર્ય (૭) સમુદ્ર, (૮) અને મેરુ પર્વતની ઉપમાઓ દઈને (ઘટાવીને) સ્તુતિ કરી છે. પછી ક્રમસર (સ્તુતિ કરવા.. રૂપે) તીર્થકરોની અને ગણધરોની આવલિકા કહીને શ્રીજિનશાસનની સ્તવના કરી છે. પછી સ્થવિર ભગવંતોની આવલિકા જણાવીને અને મુતજ્ઞાનને નમસ્કાર કરીને જ્ઞાનની અને પર્ષતાની બીના શરૂ કરી છે. તેમાં પર્વત, મેઘ, ઘડા વગેરેનાં દષ્ટાંતો આપી યોગ્ય પર્ષદાનું ને અયોગ્ય પર્ષદાનું સ્વરૂપ જણાવીને વિજ્ઞપર્ષદ, અવિપર્ષદ અને દુર્વિદગ્ધ પર્ષદાનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી ક્રમસર જ્ઞાનના પાંચ ભેદો અને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવાન, કેવલજ્ઞાન, આ ક્રમે પાંચ જ્ઞાનને કહેવાનાં કારણે, તથા પ્રમાણના બે ભેદો, તેમજ મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન આ બે જ્ઞાનનું પરોક્ષપણું વગેરે બીના વિસ્તારથી સમજાવીને પ્રત્યક્ષ જ્ઞાનના ઇંદ્રિય પ્રત્યક્ષ અને નોઈદ્રિય પ્રત્યક્ષ એમ બે ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી અવધિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only