________________
શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૧૯
૧૪, સ્તવસ્તુતિ–શ્રી તીર્થકરાદિ પરમ ગુણી મહાપુરુષની સ્તવના કરતાં મોક્ષમાર્ગની સાધના, ને તેથી સ્વર્ગ કે મેક્ષની પ્રાપ્તિ થાય છે.
૧૫. કાલગ્રહણ–આ ક્રિયાથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે. કાલગ્રહણ એ સૂત્રના અભ્યાસમાં કારણભૂત યોગાદ્વહનની ક્રિયાનું અંગ (ભેદ) છે.
૧૬. પ્રાયશ્ચિત્ત–તેથી પાપશુદ્ધિ, લઘુતા વગેરે લાભ મળે છે.
૧૭. ક્ષામણા–પ્રમાદાદિથી કરેલા અપરાધોને મહોમાંહે ખમાવતાં ચિત્તની પ્રસન્નતા, મૈત્રીભાવ, નિર્ભયતા વગેરે ગુણે પામી શકાય છે.
૧૮. સ્વાધ્યાય–આથી વૈરાગ્ય, સંયમમાં સ્થિરતા, નવું તત્ત્વજ્ઞાન, કર્મનિરાદિ ઘણું લાભ થાય છે.
૧. વાચના–આથી જ્ઞાનવૃદ્ધિ, ચારિત્રાદિની નિર્મલતા, સ્થિરતા, કમનિર્જરાદિ ઘણું લાભ થાય છે.
૨૦. પ્રતિપૃચ્છા–આથી સૂત્રાર્થનું યથાર્થ રહસ્ય જણાય છે ને કાંક્ષાહનીયાદિ કર્મોને નાશ પણ થાય છે,
૨૧. પરાવતના–ભણેલા સૂત્રાર્થોને સંભારવાથી તે બંને ભુલાતા નથી ને બીજાને ભણાવવામાં વધારે અનુકૂલતા પડે છે. તથા મનની સ્થિરતા, વૈરાગ્ય, કર્મનિજ રાદિ ઘણા લાભ થાય છે.
રર અનુપ્રેક્ષા–આથી કર્મોની તીવ્ર પ્રકૃતિ-રસ-સ્થિતિઓ અને પ્રદેશ મંદ શક્તિવાળા બને છે. એટલે આયુ સિવાયની કમપ્રકૃતિનાં ગાઢ બંધનોને શિથિલ કરે છે, ને અશુભ કર્મોની સ્થિતિને, તેના રસને તથા પ્રદેશને ઘટાડે છે. અહી નિયતકાલે જ આયુષ્ય બંધાય છે, તેથી તેની વાત કરી નથી. તેમજ અપેક્ષાથી અસતાવેદનીયાદિ કર્મો પણ નાશ થાય છે.
૨૩. ધર્મકથા–આથી કર્મનિર્જરા જ્ઞાનાદિની સ્થિરતા, જિનશાસનની પ્રભાવના વગેરે લાભ મળે છે.
ર૪. શ્રતારાધના–શ્રુતજ્ઞાનની આરાધના કરવાથી અજ્ઞાનને ને કલેશાહિદને નાશ, અપૂર્વ તત્ત્વજ્ઞાન, કર્મનિર્જરા વગેરે લાભ મળે છે.
૨૫. મનની એકાગ્રતા–આથી અશુભ વિચારો રેકાય છે, શુભ ભાવના જાગતાં કર્મનિર્જરાદિ ઘણું લાભ મળે છે.
. સંયમ–આથી નવાં આવતાં કર્મોનું રોકાણ થાય છે. આત્મ-નિમલતા ને કર્મનિર્જરાદિ લાભ પણ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org