SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત સુધર્યા નહીં, ત્યારે તે આચાર્ય તેવા થિી અલગ થઈને આત્મહતને સાધવા લાગ્યા. આથી શિષ્યોના ભાવી હિતને બહુજ ધકકે પહો . આ પ્રસંગે ગળિયા બળદનું દષ્ટાંત કશિષ્યોમાં ઘટાવીને તેમના ગૌરવ, (રસગારવ વગેરે ત્રણ) કે, ભિક્ષા લેવા જવામાં આળસ, ઢષ, કલેશ વગેરે દુર્ગણેનું વર્ણન કર્યું છે. અંતે હિતશિક્ષા આપી છે કે આત્મહિતેષુ શિષ્યએ ભવસમુદ્રથી તારનાર, દેવનું ને ધર્મનું સ્વરૂપ સમજાવનારા, પરમોપકારી શ્રી ગુરુ મહારાજ નારાજ થાય એવું કંઈ પણ કામ કરવું જ નહિ. કારણ કે જેમાં રાજા પ્રજાની ઉપર નારાજ થાય, તો પ્રજાનું હિત બગડે ને પ્રધાન જે નારાજ થાય તો રાજાનું હિત બગડે, તથા જ્ઞાતિનો નાયક જે નારાજ થાય તો આખી જ્ઞાતિનું હિત બગડે, તેમજ કુટુંબનો નાયક જે નારાજ થાય તો આખા કટુંબનું હિત બગડે; તેમ સંઘના ને સાધુસમુદાયના નાયક શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષોનું મન પોતાની ઉપર લગાર પણ નારાજ ન થાય તે રીતે શિવેએ વર્તવું જોઈએ. તેમણે સમજવું જ જોઈએ કે તેઓ (શ્રી ગુરુમહારાજ ) આપણને તારવાની બુદ્ધિથી જ કડવાં કે મીઠાં વચનોથી હિતશિક્ષા ફરમાવે છે, માટે આપણે તે પ્રમાણે વત જોઈએ, વ્યાજબી જ છે કે બાળકને નીરોગી બનાવવાની લાગણીથી કડવું ઔષધ પણ માતાજ આપશે, વૈઘ પણ કદાચ કડવી દવા આપે, તેમાં પણ તેમની ભાવના રેગીને આરોગ્ય પમાડવાની જ હોય છે. જેઓ દેખાવમાં તો સર્ષની જેવા કર અને બાલવામાં તલવારની ધાર જેવા કઠોર વેણ બોલતા હોય, પણ જેમના હદયમાં શિનું હિત કરવાની મીઠી લાગણી જ નિરંતર વર્તે છે, આવા ઉત્તમ ગુરુઓ પ્રબેલ પુણ્યોદયેજ શિષ્યોને મળે છે. કોઈ વખત એવું પણ બને છે કે શ્રીગુરુ મહારાજ શિષ્યોને હિતશિક્ષાઓ ફરમાવે, પણ જેમ તાવનું જોર વધતાં ખાવાની રૂચિ ન થાય, તેમ ભારેકમી શિષ્યોને તે હિતશિક્ષાઓ રુચતી નથી, ને તેઓ તે પ્રમાણે ચાલતા પણ નથી. આ પ્રસંગે ગાસને ઉદેશીને જણાવ્યું છે કે ઉન્માર્ગે જતાં શિષ્યાને સન્માર્ગે વાળવામાં જ ગુરુપણાની યથાર્થ સાર્થકતા ( સફલતા) છે, એમ ગુરુએ પણ જરૂર યાદ રાખવું જ જોઈએ. સીધા માર્ગે ચાલનારા શિષ્યોને તો સાચવનારા ઘણાં ગુરુઓ દેખાય છે. શ્રીઆચાર્યાદિ મહાપુરુષોએ પણ જ્યાં સુધી બની શકે, ત્યાં સુધી છેવટે શાંતિ અને પ્રેમ ભરેલાં વચનોથી પણ પોતાના શરણે આવેલા વિધાસુ શિષ્યને કે સઘને હિતમાગે એડવાની તીવ્ર લાગણી કે દયા દીલમાં જરૂર રાખવી જ જોઈએ. ને સમજવું જોઈએ કે છા૨ કછોરું બને, પણ ઉત્તમ માબાપ તો તેનું ભલું જ ચાહે, મોરની શોભા પીછાથી ને પીંછાની શોભા મોરથી હોય છે. અહીં પીંછા જે શિષ્ય સમુદાય જાણો, ને મોર જેવા વડીલે સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy