SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૧૫ “આચાર શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં ભાવાચારી તરીકે સામાચારીને આચાર (આરાધના) કહ્યો છે. પછી ક્રમસર અધ્યયનના નામનો અન્યથ, અને દુ:ખને નાશ કરનારી સામાચારીના આવશ્યકી વગેરે ૧૦ ભેદોનું સ્વરૂપ, લક્ષણ વગેરેની બીના, તથા ગુરુની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાયને કે વૈયાવચ્ચને કરવાની સૂચના, તેમજ દિવસની ચાર પિરિસીમાં કરવા લાયક કર્તવ્યો, અને છાયા વડે પિરિસીને અને પડિણહણના સમયને જાણવાનો ઉપાય, તથા તે જ પ્રમાણે રાતની ચાર પરિસીને જાણવાનો ઉપાય, તેમજ તે દરેક પરિસીમાં કરવા લાયક કર્તવ્યો વગેરે વિસ્તારથી સમજાવ્યાં છે. પછી વસ્ત્રાદિને પડિલેહવાન વિધિ, અને મુનિને આહાર કરવાનાં તથા નહિ કરવાનાં ૬-૬ કારણે, તેમજ વિહાર, સ્વાધ્યાયકાલ, અને પ્રતિક્રમણાદિની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે દેવની પ્રતિક્રમણનો વિધિ, અને કાલગ્રહણનું સ્વરૂપ, વિધિ તથા ત્રિક (રાઈ) પ્રતિક્રમણની વિધિ તેમજ સામાચારીનું ફલ વગેરે હકીકતને વિસ્તારથી સમજાવી છે. મુનિ ખાસ કારણ સિવાય સ્વસ્થાનને કે પિતાના આસનને તજીને અન્યત્ર જાય નહિ. આત્મસ્વરૂપની ચિંતવન કરે. અજ્ઞાનાદિ કારણોમાંનાં કોઈ પણ કારણથી લાગેલા દેને પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધ કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે વૈયાવચ્ચ વગેરેમાં પ્રવર્તે, નવું જ્ઞાન ભણવામાં ઉદ્યમશીલ રહે, ક્ષમા-નમ્રતાદિ ગુણેને ધારણ કરી સ્વચિંતા કરવાપૂર્વક પરોપકારાદિ સકાર્યોમાં પણ યથાશક્તિ પ્રવૃત્તિ કરે, આ તમામ બીનાઓ મુનિજીવનને નિર્મલ બનાવે છે, તેથી તે પણ મુનિધમની સામાચારીના અંગો (પેટા વિભાગ) કહેવાય છે. સામાચારીના પ્રત્યેક મુદ્દાઓ ખાસ સમજવા જેવા ને જીવનમાં ઉતારવા લાયક છે. તે દરેકનું અપૂર્વ રહસ્ય જણાવતાં ગ્રંથ વધી જાય, તેથી યોગ્ય પ્રસંગે જણાવવા ભાવના છે, ૨૭. સત્યાવીશમાં ખલુંકીય અધ્યયનને ટૂંક પરિચય ખક એ ગળિયા બળદનું નામ છે. અવિનીત શિષ્યોને તેના જેવા કહીને વિનીત (વિનયવંત) થવા માટે હિતશિક્ષાએ ફરમાવી છે. તેથી આ અધ્યયન તેના (ખલુંક શબ્દના) નામે ઓળખાય છે. શરૂઆતમાં “ ખલુંક' શબ્દના નિક્ષેપાની બીના અને ખલુંક (ગળિયા બળદ)નું સ્વરૂપ, તથા તેના જેવા સાધુનું સ્વરૂપ કહીને હિતશિક્ષા આપી છે કે હે સાધુ-સાધ્વીઓ ! તે ગળિયા બળદના જેવા થશે નહિ, માયા-પ્રપંચાદિ દોષોને તજીને સરલ સ્વભાવે જ પરમ ઉલ્લાસથી મેક્ષમાર્ગની સાવિકી આરાધના કરીને સિદ્ધિપદને પામ, પછી જણાવ્યું છે કે ગગ નામના ગણધર આચાર્ય) વિશાલ શિષ્યસમુદાયના નાયક હતા, અભિમાનાદિ તેમાંના કે કોઈ દેષના નિમિત્ત શિષ્ય બહુજ સ્વછંદી થયા, સારણાદિ ભેદ સમજાવવા છતાં પણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy