________________
૬૧૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત આઠ પ્રવચન માતાના પાલનથી જરૂર થાય છે. આ હકીકતને લક્ષ્યમાં રાખીને સાધુસાધ્વીઓ સમિતિ-ગુપ્તિને આરાધીને સિદ્ધિપદને જરૂર પામ્યા છે, પામે છે ને પામશે.
૨૫. પચ્ચીશમાં શ્રીયજ્ઞીય નામના અધ્યયનને રંક પરિચય
અહીં શરૂઆતમાં “યજ્ઞ શબ્દના x નિક્ષેપાનું વર્ણન કરતાં કહ્યું છે કે, તપ, સંયમ અને યતના (જયણાધમ) એ મોક્ષને દેનાર ખરે ભાવયજ્ઞ કહેવાય. વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે, ત્યાં જયઘોષ મુનિ ભિક્ષા લેવા જતાં જે બનાવો બને છે, તે તમામ બનાવોને જણાવનારું આ અધ્યયન છે. તેથી અહીં શ્રીજયઘોષ મુનિરાજના ચરિત્રનું વર્ણન કરતાં જણાવ્યું છે કે મનરમ ઉદ્યાનમાં પધારેલા જયષ મુનિ વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞ કરવાના સ્થાને ભિક્ષા વહોરવા આવ્યા. તેમણે ભિક્ષાની માગણી કરી. બ્રાહ્મણોએ ભિક્ષા દેવાની ના કહી. તો યે પરોપકારી મુનિવરે વિજયઘોષ વગેરેને પ્રતિબંધ કરવાની ભાવનાથી સાચા વેદનું ને સાચા યજ્ઞ વગેરેનું ખરું રહસ્ય સમજાવ્યું. પ્રસંગે બ્રાહ્મણનું પણ યથાર્થ સ્વરૂપ જણાવ્યું. તે સાંભળીને બધા બ્રાહ્મણેએ મુનિની પ્રશંસા કરી ગોચરી વહોરવા માટે વિનંતિ કરી, પણ મુનિને તેની પરવા નથી. તે તે તો વિજયધોષે કરેલી દીક્ષાની માગણી સ્વીકારી તેને શ્રમણ ધર્મનો સાધક બનાવે છે. ગર-શિષ્ય પરમ ઉલ્લાસથી ચારિત્રાદિને સાધીને સિદ્ધિપદને પામ્યા. આ તમામ હકીકત તે બંનેના જીવન ચરિત્રને વર્ણવવા પૂર્વક વિસ્તારથી સમજાવી છે.
જેમ લીલે (જે સુકાયો નથી તે) માટીનો ગાળો ભીંતે ફેકીએ, તો તે ચોંટી જાય છે. તેમ કામભેગનાં સાધનોને સેવનારા હીનબુદ્ધિ જી પાપકર્મો કરી સંસાર ૩૫ ભીતમાં ચોંટી જાય છે. અહીં લીલા ગોળા જેવા આસક્ત છે જાણવા. તથા જેમ કે માટીના ગેળા ભીતે ફેંકતાં ભીંતની સાથે ચૂંટી જતો નથી, તેમ વિરક્ત આત્માઓ સંસાર રૂ૫ ભીતમાં ચેટી જતા નથી. એટલે તેઓ સંસારમાં ભમતા નથી; પણ મેસે જાય છે. વ્યાજબીજ છે કે ખરું સુખ ત્યાગમાં જ છે. આ વચનની સત્યતા ૧૨ ચક્રવર્તીઓમાંના ૧૦ ચક્રવર્તીઓએ પણ ત્યાગ માગ સ્વીકારીને સાબિત કરી આપી છે.
૨૬. છવીસમા શ્રી સમાચારી નામના અધ્યયનને ટૂંક પરિચય
અહી શરૂઆતમાં “સામાવા' શબ્દમાં રહેલા સામ શબ્દના નિક્ષેપાની બીના જણાવતાં ભાવ સામ તરીકે સામાચારીના ઈછા મિછા વગેરે ૧૦ ભેદો કહ્યા છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org