________________
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત પ્રકાશની જે જે પ્રકાશ દેખાય છે, તે પણ પિતાના વિચારને અનુસારે જૈન પ્રવચનમાંથી ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સાબિત થાય છે કે બીજા પ્રવચને અધૂરાં છે. અને પૂરેપૂરું વ્યાજબી આપેક્ષિક જ્ઞાન દઈ શકતા નથી. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે અન્ય પ્રવચન તરીકે પ્રસિદ્ધ એવા દરેક પ્રવચનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા (સર્વજ્ઞ) નથી. કારણ કે તેમણે મહાદિ ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો નથી. એટલે આઠે કર્મોમાં મોહનીય કર્મ મુખ્ય છે. જેમ લશ્કરમાં સેનાધિપતિની મુખ્યતા હોય છે, તેવી રીતે અહીં પણ મોહનીય કર્મની મુખ્યતા છે. અને તે દુ:ખે કરીને જીતી શકાય તેવું છે. માટે જ ક્ષપકશ્રેણિમાં પહેલાં મોહનીય કમનો ક્ષય કરે પડે છે, અને ત્યાર બાદ જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થાય, ત્યારે કેવલજ્ઞાન થાય. આવુ જ્ઞાન જેને પ્રકટ થયું હોય, તે સર્વજ્ઞના કહેવામાં લગાર પણ ફેરફાર કે ઓછાશ હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હોવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ સ્વીકાર્યો હોય, એમ તેમના ઘણા ગ્રંથમાં દેખાય છે. અહીં આ બાબતને વિસ્તારે કહેવાનો હાલ પ્રસંગ નથી. તેથી તે અવસરે જણાવીશું. આમાંથી સાર એ નીકળે છે કે–પરમ તારક શ્રી જૈન પ્રવચનો જ મોક્ષાદિના સાધન વગેરેને કષ. છેદ, તાપની શુદ્ધિને જણાવવા પૂર્વક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિએ જણાવવા સમર્થ છે, આવા જ વિશાલ આશયથી મંત્રીશ્વર વસ્તુપાલે પિતાના મરણની નજીકના ટાઇમે સવ જીવોને ખમાવરાવ્યા. (૧) શ્રી અરિહંત, (૨) સિદ્ધ(૩) સાધુ, (૪) કેવલિ ભગવતે કહેલ ત્રિપુટીશુદ્ધ ધર્મ. આ ચાર શરણાંને સ્વીકાર્યા. / ૧-વસ્તુપાલ અને તેજપાલ આ બંને બંધુઓ, ધોળકાના વીરધવળ રાજાના મંત્રીઓ હતા. તેમણે /૧-૩૦૦ નવાં જિન મિંદિરે કરાવ્યાં. ૨. ૨૨૦૦ જૂના જિન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. ૩ સવા લાખ જિન બિંબ ભરાવ્યા ૪ શ્રી આબુની ઉપર કરોડો રૂપિયા ખરચી જિન મંદિર બંધાવ્યા. અહીં વસ્તુપાલની સ્ત્રી લલિતા દેવીએ અને તેજપાલની સ્ત્રી અનુપમા દેવીએ શ્રી નેમિનાથના મંદિરમાં સિતાં બે બાજુ અઢાર લાખ રૂપિયા ખરચી બે ગોખલા કરાવ્યા. હાલ, તે ‘દેરાણી જેઠાણીના ગોખલા” આ નામથી ઓળખાય છે. ૫ બંને મંત્રીઓએ ૯૮૪ પૌષધ શાલાએ બંધાવી હતી. ૬ અને સાત કરેડ સેનાની તથા મસીની શાહીથી તાડપત્ર અને ઉત્તમ કાગળની ઉપર જૈનામે લખાવીને સાત સરસ્વતી ભંડાર (જ્ઞાન ભંડાર ) કરાવ્યા. તેમણે વિસં. ૧૨૮૫ માં શત્રુંજય ગિરિનારની ચતુવિધ સંધ સહિત, પહેલી વાર યાત્રા કરી. ત્યારે તેમની સાથે, ૧ હાથી દાંતના મંદિરો વીશ, ૨ લાકડાનાં મંદિરો ૧૨૦, ૩ ગાડાં ૪૫૦૦, ૪ પાલખીઓ ૭૦૦, ૫ કારીગરે ૩૦૦, ૬ આચાર્ય ભગવંત ૭૦૦, ૭ શ્વેતાંબર મુનિવરો ૨૦૦૦, (૮) દિગંબર ૧૧૦૦, (૯) ૧૯૦૦ સાધ્વીઓ (૧૦) ૪૦૦૦ વેડા. (૧૧) બે હજાર ઊંટ. (૧૨) સર્વે મળી યાત્રાળુ ૭ લાખ (ના પ્રમાણમાં,) હતા. આ પહેલી યાત્રાની બીના જણાવી. એ પ્રમાણે અધિક અધિક આડંબરથી સાડી બાર યાત્રાઓ કરી હતી. વિશેષ બીના વસ્તુપાલ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, વિવિધ તીર્થકલ્પ, ઉપદેશ તરંગિણી વગેરે ગ્રંથમાંની જોઈ લેવી. મંત્રી વસ્તુ પાલ વિ. સં. ૧૨૯૮ ભાદરવા સુદિ દશમે સ્વર્ગવાસ પામ્યા. - ૨ જુઓ સંથારા પિરિસીમાં-“રારિ સરળ ઘવજનrfમ, રિતે સરy gવજ્ઞrfમ, સિલે सरणं पवज्जामि, साहू सरणं पज्जामि, केवलि पण्णत्तं धम्म सरणं पवज्जामि ।।५।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org