________________
૫૮૮
શ્રીવિજયપધ્ધસૂરીશ્વરકૃત તથા ચાર વગેરેનાં દૃષ્ટાંતે પણ કહ્યાં છે. પછી પોતાના આત્માને અને બીજાને દમવાનાં કારણેને સેચનક હાથીના દૃષ્ટાંતે સમજાવીને હિતશિક્ષા ફરમાવી છે કે મુનિવરેએ ગુરુ ન સાંભળે તે રીતે કે સાંભળે, તે રીતે પણ મન, વચન, કાયાથી ગુરુના શત્રુ જેવા ન થવું જોઈએ, ને ગુરુની લગાર પણ આશાતના ન થાય, તે રીતે ગુરુની પાસે વિનય સાચવીને બેસવું જોઈએ, તથા ગુરુએ પૂછેલી વાતનો જવાબ સંથારામાં બેઠા બેઠા અપાય નહીં, પણ તેમની પાસે વિનયથી હાથ જોડીને જવાબ આપવો. તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું. તેમજ ગુરુ જ્યારે બેલાવે ત્યારે તરત જ ગુરુની પાસે હાજર થવું. વિનયથી ગુરુની પાસે સુત્રાર્થની વાચના, પૃચ્છા વગેરે પ્રકારે અભ્યાસ કરવો જોઈએ. આ પ્રસંગે ગુરુને પ્રશ્નો પૂછવાનો વિધિ અને મુનિઓને અસત્ય-અવધારણી ભાષા નહિ બોલવાની હિતશિક્ષા તથા માયાદિ દોષોને તજવાની સૂચના વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે સાધુ (સાધ્વી)ઓએ સાવધ વચનો બેલવાં નહીં ને કારણ વિના નકામું બેલ બેલ કરવું નહીં તથા કેઈને (સામા શ્રોતાને) આઘાત ઉપજાવનારી ભાષા બોલવી નહીં તેમજ એકલી સ્ત્રીના સાથે ઊભા રહી વાતચીત કરવી નહીં. આ બીનાઓ સ્પષ્ટ સમજાવીને ફરી પણ હિતશિક્ષાઓ ફરમાવી છે કે ગુરુ મહારાજ ઠંડાં વચનથી કે કઠોર વચનોથી શિખામણ આપે, તે વખતે વિનીત શિષ્ય એમ જ માનવું જોઈએ કે નિ:સ્વાર્થભાવે ગુરુ મહારાજ જે કહે તેમાં મારું હિત જ સમાયેલું છે. ગુરુનાં શીખામણનાં વચનો સાંભળીને બુદ્ધિશાલી શિષ્ય રાજી થઈને ગુરુના કહ્યા પ્રમાણે વર્તે છે. પણ મૂખ શિષ્યો ગુરુની ઉપર દ્વેષ રાખે છે. તેથી તેઓ આરાધક બનતા નથી, વિનીત શિષ્યોએ ગુરુના આસનથી નીચા આસને વિનય સાચવીને બેસવું જોઈએ. તેમજ મુનિવરોએ યોગ્ય કાલે ગોચરી આદિ નિમિત્તે બહાર જવું, ને યોગ્ય કાલે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરવી જોઈએ, તે જ પ્રમાણે આહારાદિનો વિધિ પણ સમજી લેવો. બીજા સાધુઓને ઉલંઘીને મુનિએ ગૃહસ્થના ઘેર ગોચરી ન જવું જોઈએ. આ તમામ બીનાએ સ્પષ્ટ સમજાવીને અનુક્રમે ભિક્ષાને લેવાનો ને વાપરવાની વિધિ જણાવતાં કહ્યું છે કે મુનિ આહારને વખાણીને વાપરે નહીં, અને પિતાને કે ગુરુને ક્રોધ ન થાય, તે રીતે મુનિએ વર્તવું જોઈએ. તથા આચાર્ય મહારાજના વિચાર અને વચન પ્રમાણે વિનીત શિષ્યોએ વર્તવું જોઈએ, તેમજ કદાચ તેઓ કહે નહીં તો પણ કુશલતાથી તેમને વિચાર સમજીને વૈયાવચ્ચ વગેરે કરવું જોઈએ. આ તમામ હકીકતો વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે વિનયનું ફલ ને શિષ્યના વિનયથી પ્રસન્ન થયેલા ગુરથી શિષ્યને મળતા ફલની બીના તથા શિષ્યોને આ ભવમાં ને પર ભવમાં વિનયના પ્રતાપે પ્રાપ્ત થતાં ફલની બીના તેમજ અંતે નોની બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે.
૨. ઉત્તરાના બીજા પરીષહ અધ્યયનને ટૂંક પરિચય વિનયવંત શિષ્યોએ સહનશીલ થવું જોઈએ. આ મુદ્દાથી અહીં બાવીશ (રર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org