________________
૫૨૬
શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત નામ, તથા તે મત જ્યાં જે સાલમાં નીકળ્યો, તે ગામનું નામ તેમ જ સાલની બીના કહીને વિસ્તારથી નિહનું વર્ણન કરતાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ વગેરેની બીના સ્પષ્ટ સમજાવી છે.
ઉપોદઘાત નિયુક્તિનું સંક્ષિપ્ત વર્ણન કઈ પણ શાસ્ત્રની વ્યાખ્યા શરૂ કરતાં પહેલાં તેને ટૂંકામાં પરિચય કરાવનારી જે નિયુક્તિ, તે ઉપોદઘાત નિર્યુક્તિ કહેવાય. સામાયિકસૂત્રની આ ઉપઘાતનિર્યુક્તિમાં (૧) સમ્યકત્વ સામાયિક, (૨) શ્રત સામાયિક, (૩) દેશવિરતિ સામાયિક, (૪) સર્વવિરતિ સામાયિક, આ રીતે સામાયિકના ૪ ભેદ જણાવીને કયો નય એ ૪ ભેદમાંના કેટલા ભેદોને માને છે? આ બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે ગુણ-ગુણીના અભેદ નયની અપેક્ષાએ જે આત્મા તે જ સામાયિક કહેવાય. આ બાબતમાં જરૂરી નયને વિચાર અને દરેક વ્રતના વિષયની બીના તથા સામાયિકનું સ્વરૂપ, તેમ જ ઘણીવાર પ્રાપ્ત થતા દેશવિરતિના લાભનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી અનુક્રમે ક્ષેત્ર, દિશા વગેરે (કારો)ની અપેક્ષાએ સામાયિકના વિચારો જણાવતાં કહ્યું છે કે (૧) ત્રણે લોકમાં સમ્યકત્વ અને શ્રત હોય, (૨) તિર્થાલાકમાં મનુષ્યને જ સર્વવિરતિ હોય. (૩) મનુષ્યને અને તિય"ચને દેશવિરતિ હેય વગેરે બીના વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે માનુષ્ય(મનુષ્યપણું) વગેરેની દુર્લભતા દશ દષ્ટતાથી કહીને ધર્મ કરવાને ઉપદેશ દેતાં ધર્મને સાંભળવામાં વિશ્વ કરનારા આલસ વગેરે ૧૩ કાઠીયાને તજવાની અને વ્રત, ક્ષમા વગેરેને આરાધવાની પ્રેરણા કરી છે. પછી અનુક્રમે વિસ્તારથી સમ્યકત્વનું સ્વરૂપ, અને ચારે સામાયિકને દષ્ટાંત સાથે શબ્દાર્થ, તથા ચાલુ પ્રસંગે દમદઃ મુનિ વગેરેનું તેમ જ મુનિપણાનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. છેવટે અનુક્રમે મેતાર્ય મુનિની અને કાલિકાચાર્યની તથા ચિલાતીપુત્રની સ્તુતિ કરીને ધર્મરુચી મુનિના દૃષ્ટાંતે અનાવૃષ્ટિનું અને ઈલાપુત્રના દૃષ્ટાંતે પરિજ્ઞાનું, તથા પ્રત્યાખ્યાનના વર્ણનમાં તેતલિનું દૃષ્ટાંત વર્ણવ્યું છે. આ રીતે ઉદ્દઘાતનિર્યુક્તિનું વર્ણન પૂરું થયું.
સત્રનું હુંક વર્ણન અહીં સુત્રનું સ્વરૂપ જણાવતાં તેના ૩ર દેષનું અને ૬ કે ૮ ગુણેનું પણ વર્ણન વિસ્તારથી સમજાવીને નમસ્કાર મંત્રની વ્યાખ્યા શરૂ કરી છે.
નમસ્કાર (મંત્રોનું સંક્ષિપ્ત વર્ણન અહીં શરૂઆતમાં નમસ્કાર સૂત્રના ઉત્પત્તિ, નિક્ષેપ, પદ, પદાર્થ વગેરે દ્વારેનું વર્ણન કરીને આપણાદિ પાંચ પ્રકારની પ્રરૂપણ કરી છે. પછી “નમો અર્દિતા છે અહીં કહેલા અરિ શબ્દથી રાગદ્વેષ-કષાયાદિનું સ્વરૂપ અને કષાય શબ્દના નિક્ષેપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org