________________
પાર
શ્રીવિજય પદ્યસૂરીશ્વરકૃત શક્તિ, ગુણ, તપ અને ગુરુભક્તિ સર્વ ગણધરેમાં શ્રીગૌતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક સ્વાભાવિક લબ્ધિઓના નિધાન હતા. સાથે સાથે તેઓ નિરભિમાની પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પોતાની ભૂલ જણાતાં તેમણે તેને “મિચ્છામિ દુક્કડં ? દીધો તે ઉપરથી જાણી શકાય છે. આવી ઊંચી હદ પહોંચ્યા છતાં તેઓને ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મોટાઈ પણ તેમાં જ સમજતા હતા. વસ્તુતરવને નિષ્ઠક નિર્ણય મેળવવા સાથે, બીજાઓને બેધ પમાડવા માટે અને સ્વશિ
ના શ્રદ્ધા ગુણ વધારવા માટે પણ શ્રીગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછવા છે અને તેથી જ શ્રી ભગવતી સૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશ્નલીને અપૂર્વ બેધદાયક જાણીને શ્રી
શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ એ શૈલી કાયમ રાખી છે. અણહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે, એમ સમજીને શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા, છતાં તેઓનું શરીર મહાતેજસ્વી દેખાતું હતું,
કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણ પૃષ્ઠચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી પિતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગે ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગલ કુમાણદિને પ્રતિબોધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે તે બંને (શાલ-મહાશાલ) પૃષચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલ રાજાએ ગણધર શ્રીગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય પામી, સ્વપુત્રને રાજ્ય સેંપી, માતાપિતા સહિત ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી, પછી સપરિવાર ગૌતમસ્વામી પ્રભુ વીરની પાસે આવતા હતા. ત્યાં રસ્તામાં શાલ અને મહાશાલને પોતાનાં બેન-બનેવી આદિના ગુણેની અનુમોદના કરતાં ક્ષપકશ્રેણિમાં કેવળજ્ઞાન થયું. આ બીના પ્રભુ શ્રીવીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રીગૌતમ મહારાજે જાણી ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહિ થાય? આ વાતનો ખુલાસો દેવોએ કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે જે ભવ્ય જીવ સ્વલબ્ધ વડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરોને વંદન કરે તે આત્મા તે જ ભલે સિદ્ધિપદને પામે, ” એ સાંભળીને તે પ્રભુની આજ્ઞા લઈ ચારણલબ્ધિથી વાયુ જેવા વેગે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી, તીર્થ વંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા, ત્યાં વૈશ્રમણ આદિ દેવોને સંસારની વિચિત્રતા ગભિત દેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org