________________
શ્રી જૈન પ્રવચન કિરણાવેલી સમિતિ સચવાય છે. વળી સાચું છતાં કાણાને કાણે ન કહેવાય, કારણ કે તે વચન તેને અપ્રિય લાગે, માટે કહ્યું કે પ્રિય વચન બોલવું જોઈએ. પુત્રની ઉપર મોહ શેખ વ્યાજબી નથી, કારણ કે જેની ઉપર શ્રેણિક રાજાને મોહ હતો, તે જ પુત્ર કેણિકે પિતા શ્રેણિકને ઘડપણમાં બહુ દુ:ખ દેવામાં ખામી રાખી નથી. તથા સ્ત્રી ઉપર મહ રાખવો નહિ, સૂર્યકાંતા રાણીએ પ્રદેશી રાજાને મદકમાં ઝેર આપ્યું, તે ખાતાં તેનું મરણ થયું. પૂર્વભવે મુનિની આશાતના કરવાથી શ્રીપાલરાજાને કેઢ થયે, દરિયામાં પડવાનું દુ:ખ સહન કરવું પડયું. માટે મુનિની આશાતના કરવી જોઈએ નહિ. સમતા ભાવે ઉપસર્ગ સહન કરવાથી ગજસુકમાલ મુનિને જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે કેવલજ્ઞાન થયું, ને તે મોક્ષે ગયા, એ જ પ્રમાણે કનકવતીએ કરેલા ઉપસર્ગને સહન કરતાં મહાબેલમુનિ કેવલી થઈ મોક્ષે ગયા. માટે સમતાગુણને ધારણ કરવો જોઈએ. આ રીતે દષ્ટાંત કથા સાથે ચરણસિત્તરી વગેરેની બીના સાંભળતાં મુનિવરો સમતાદિ ગુણેને ટકાવી નિર્મલ ચારિત્રને આરાધી મુક્તિના સુખ પામે, એ આ ચોથા ધર્મકથાનુગને પ્રતાપ જાણ, એમ ચારે અનુયોગનાં ફલ ટૂંકામાં જણાવ્યાં.
આગમાં અનુયોગ વિચાર. પ્રાચીન સમયે આ આગમરૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુગ ગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. ત્યાર પછી કેટલોક સમય વીત્યા બાદ કાળદોષથી જીવોની બુદ્ધિ ઘટવા માંડી, તેથી અનુયોગના અર્થની સંકલના (અનુસંધાને) કરવામાં ગુંચવણ પડવા લાગી, વિગેરે અનેક કારણોને લીધે જગદ્ગુરૂ આર્ય રક્ષિતસૂરિ મહારાજે અનુયોગોને જૂદા જૂદા સૂત્રમાં વહેચ્યા. ત્યારથી તે તે સૂત્રોનું વ્યાખ્યાન તે તે અનુગને આશ્રયીને જ કરવા યોગ્ય થયું. દષ્ટાંત તરીકે હાલ શ્રીઆચારાંગાદિમાં ચરણકરણનુગની મુખ્યતા છે. શ્રીસૂત્રકૃતાંગ તથા સ્થાનાંગ સૂત્રાદિમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. તથા શ્રી સમવાયાગાદિમાં દ્રવ્યાનુયોગ ગણિતાનુયાગાદિ ચારે અનુયાગની
ડી ડી બીના વર્ણવી છે, ને શ્રીભગવતીસૂત્રમાં ચારે અનુગની બીના ઓછા વધતા પ્રમાણમાં વર્ણવી છે. અને શ્રીજ્ઞાતાધર્મકથાંગસૂત્ર, ઉપાસકદશાંગસૂત્ર, અંતકૃદશાંગસૂત્ર, અનુપાતિકસૂત્ર અને વિપાકસૂત્રમાં ધર્મકથાનુયોગ વધારે પ્રમાણમાં વતે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચરણકરણનુગની મુખ્યતા છે, ને દૃષ્ટિવાદમાં ચારે અનુયાગની બીના વર્ણવી હતી. તે હાલ નથી, વિચ્છેદ પામ્યું છે. આ રીતે ૧૨ અંગમાં અનુયોગની સંકલના જણાવી.
શ્રીઓપપાતિકસૂત્રમાં ધર્મકથાનુયોગની વિશેષતા છે, ને ચરણ કરણાનુયોગ વગેરેની બીના પણ પૈડી વણવી છે. તથા શ્રીરાજપ્રક્રીયસૂત્રમાં ધર્મકથાનુયોગની વિશેષતા છે, ને ચરણકરણનુયોગ વગેરેની બીના પણ થોડી વર્ણવી છે. તથા શ્રીરાજપ્રશીયસૂત્રમાં ધર્મકથાનુગની મુખ્યતા છે. છવાભિગમસૂત્રમાં તથા શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org