________________
૫૧૦
શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત કરવા માટે રથમાં બેસીને કુમારની સામે ધસ્યા અને
કુમાર ( મહાવીરસ્વામીના જીવ) તે ઉપદ્રવનું નિવારણ વનમાં ગયા. કુમારે સિહુને પડકાર કર્યાં એટલે જલદી છેવટે ત્રિપૃષ્ટમારે તેને મારી નાખ્યા. મરતી વખતે સિંહે ખેદપૂર્વક વિચાયુ કે “ અહા ! આ એક સામાન્ય મનુષ્યે મારી આ સ્થિતિ કરી ? 11 આ પ્રસંગે તે સારથિએ તેને શાંત કરવા માટે કહ્યું “ હે સિંહું ! આ તને મારનાર એ ભવિષ્યમાં વાસુદેવ થવાના છે, તેને તું સામાન્ય માણસ ન સમજીશ ! જેમ તું તિ ચરૂપે સિંહ છે, તેમ આ ત્રિપૃષ્ટકુમાર પણ મનુષ્યલાકમાં સિંહ સમાન છે. તેથી તુ' સામાન્ય પુરુષના હાથે મરાયા નથી, પણ સિંહુ જેવા નરેન્દ્રના હાથે મરાયા છે, માટે ખેદ ન કર !” આ પ્રમાણે સારથિનાં વચન સાંભળીને હર્ષિત થઇ સિંહ શાંતિપૂર્વક મરણ પામ્યા.
અહીં યાદ રાખવું જોઈએ કે આ જ સિંહ વચમાં ઘણું! કાલ ભમીને પ્રભુ મહાવીરના સમયમાં તે હાલિક નામના ખેડૂત તરીકે ઉત્પન્ન થાય છે કે જેને પ્રભુના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પ્રતિòાધ આપે છે. આ પ્રસંગ આગળ ઉપર આપેલ છે. જન્મ-માતા–પિતા–કુટુંબ
ઘણા કાલ વીત્યા બાદ એ સારથિના જીવ મગધ દેશના ગાભર નામના ગામમાં વેદાદિ પારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયા. તેમનું નામ ઇંદ્રભૂતિ અને ગાત્ર ગૌતમ હતું. એમના જન્મ જયેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશિમાં થયા હતા. એમને પૃથ્વી નામની માતા હતી. વઋષભ નારાચ સંઘયણ અને સમચતુરસ સ`સ્થાનના ધારક આ શ્રી ઇંદ્રભૂતિજીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલ’કાર, પુરાણ, ઉપનિષદ્, વેદ વગેરે સ્વધ શાસ્રના પારગત બન્યા, હુંમેશ ત્રણે ભાઇઓ પાંચસે। પાંચસે શિખ્યાને ભણાવતા હતા. આવા પડિત હોવા છતાં સમ્યગૂનના અભાવે તેઓ ખરા જ્ઞાની નહેાતા ગણાતા. કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતુ,
ભગવાન મહાવીરના સમાગમ અને દીક્ષા
એ પ્રમાણે શ્રી ઇંદ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર્ સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજી શ્રી મહાવીરદેવને કેવલજ્ઞાન થયા બાદ તીર્થાંની સ્થાપના કરવાના પ્રસંગે, શ્રી ઇંદ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણા ગણધરપદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા (અપાપા ) નગરીના મહુસેન નામના ઉદ્યાનમાં પધાર્યા, ત્યાં સમવસરણમાં એસી પ્રભુ દેશના આપી રહ્યા હતા, અને નગરીમાં સપરિવાર શ્રી ઇંદ્રભૂતિ આદિ બ્રાહ્મણા યજ્ઞક્રિયા કરી રહ્યા હતા, ત્યારે ઇંદ્રભૂતિને આકાશમાર્ગે આવતા દેવાના નિમિત્તે, સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરના પિરચય થયા. તે પ્રભુની પાસે ગયા ત્યારે પ્રભુએ તેમને પૂછ્યું, ' હે ઇંદ્રભૂતિ ! તમને “ જીવ છે કે નહિ” આ બાબતના સંદેહ છે, ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org