________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) નામની પ્રથમ નરકમાં સીમંતક નરકાવાસમાં નારકીપણે ઊપજ્યા, ત્યાં તેમનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું છે.
પ્રશ્ન–પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણથી કેટલો સમય વીત્યા બાદ રાજા શ્રેણિક તીર્થંકર થશે?
ઉત્તર –૮૪૦૦૭ વર્ષ પાંચ માસ વીત્યા બાદ તે તીર્થકર થશે. તે આ પ્રમાણે – અવસર્પિણના ચોથા આરાનાં ૩ વર્ષ આઠ માસ અને પંદર દિવસ, અવસર્પિણીના પાંચમા છઠ્ઠા આરાનાં ૪ર૦૦૦ વર્ષ, ઉત્સર્પિણીના પહેલા અને બીજા આરાનાં ૪ર૦૦૦ વર્ષ અને ત્રીજા આરાનાં ૩ વર્ષ ૮ માસ અને પંદર દિવસ એમ કુલ ૮૪૦૦૭ વર્ષ અને પાંચ માસ થયાં.
चलसी बास सहस्सा, गासा सत्तेव पंच मासा य ।
वीरमहापउमाणं, अंतरमेयं वियाणाहि ।। १।। प्रवचनसारोद्धारे । રાજા શ્રેણિક, નરક ભવમાંથી નીકળી આવતી ઉત્સણિીમાં જંબુદ્વિપના ભરતક્ષેત્ર વૈતાઢયગિરિયાદમૂલે પંડ્ર નામના દેશે શતદ્વાર નગરમાં સાતમા સમુઈર કુલકરની ભદ્વારાણીની કક્ષમાં પુત્રપણે આવશે. નવ મહિના અને ૭ના દિવસ વીત્યા બાદ જન્મ પામશે. ભાર કુંભ પ્રમાણ પદ્મ (કમલ) આદિની વૃષ્ટિ થવાથી માતાપિતા બારમે દિવસે મહાપધ” એવું ગુણનિષ્પન્ન નામ પાડશે. માતાપિતા મહાપદ્મ કુમારની સાધક આઠ વર્ષની ઉંમર થતાં ગાદીએ બેસાડશે– રાજા બનાવશે. મહાપદ્મ રાજા રાજ્યનું પાલન કરશે, તે સમયે પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના બે મહદ્ધિક દેવો સેનાનું કામ કરશે. લોકો આ બીના જઈ આશ્ચર્ય પામી મહાપદ્મ રાજાનું “દેવસેન એવું બીજુ નામ પાડશે. કેટલાક સમય વીત્યા બાદ ચાર દાંતવાળે હસ્તિન પ્રકટ થશે. તેની ઉપર રાજા સવારી કરી નીકળશે. આથી આશ્ચર્ય પામી લોકો “વિમલવાહન” એવું ત્રીજું નામ પાડશે. અનુક્રમે માતાપિતા દેવલોક પામ્યા બાદ ત્રીશ વર્ષની ઉંમરે વડીલોની આજ્ઞા લઈ, છ અતિશયવાળું સંવછરી દાન દઈ મહોત્સવ પૂર્વક બગીચામાં એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી મુંડ થઈ સંયમ ગ્રહણ કરશે, શેષ બીના પ્રભુ શ્રી મહાવીરના જેવી જાણવી, સાધિક બાર વર્ષ પ્રમાણ છદ્મસ્થકાલ દરમ્યાન દેવતાઈ આદિ ઉપસર્ગો સહન કરશે. અષ્ટ પ્રવચન માતાના પાલક, ગુપ્ત બ્રહ્મચારી, અમમ, અકિંચન, નિરુપલેપ, ગ્રંથ છેદક થશે.
૧. રત્નસંચયમાં કહ્યું છે. ૨. સુમતિ કુલકર-એમ ઉપદેશપ્રાસાદના ૨૦૯ માં વ્યાખ્યાનમાં. , વનાદિની તિથિ શ્રી મહાવીરની માફક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org