________________
શ્રી જૈન પ્રવચન કરણાલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૪૭
આ ક્રમે વિધિ વિસ્તારથી સમજાવ્યું છે, તેમાં સૂત્રને સાંભળવાનો વિધિ સમજાવતાં બહુ જ યાદ રાખવા જેવી આ ગાથા કહી છે –
| | માય | निद्दाविकहापरिवज्जिएहि भव्वेहि पंजलिउडेहिं ॥ ..
મણિરામાપુન્ન, નિવકુવા સુઅર્થ છે ૧ . સ્પષ્ટાર્થ–પ્રબલ પુણ્યોદયે શ્રીજિનેશ્વર દેવનાં એકાંત હિતકર વચનને સાંભળતી વખતે નિદ્રા અને વિકથાને જરૂર ત્યાગ કરવો જોઈએ, બંને હાથ જોડીને શ્રીજિનેધરદેવની ઉપર અને તેમનાં વચનોની ઉપર તથા તે વચનને સંભળાવનાર ગુરુ મહારાજની ઉપર ભક્તિ અને બહુમાન જરૂર ધારણ કરવાં જોઈએ. ૧. જિનેશ્વર દેવનાં વચન સાંભળતાં (સંભળાવનાર) શ્રી ગુરુ મહારાજની સામે જ નજર રાખવી જોઈએ ને મનને સ્થિર રાખવું જોઈએ. જોડાં છત્રીની, વેપારની કે સેઈની ચિંતા કરતાં મન અસ્થિર બને છે, તેથી જિનવચનેનું સંપૂર્ણ રહસ્ય હૃદયમાં પરિણામ પામતું નથી ને જીવનની નિર્મલતા, કર્મક્ષય વગેરે જુદા જુદા વિશિષ્ટ લાભ પણ મળી શકતા નથી. ભવ્ય જીવોને આવા ભયંકર નુકસાનથી બચાવવાની પવિત્ર ભાવનાવાળા પરમ દયાળુ પૂર્વધાદિ મહાપુરુષોએ ફરમાવેલી દરેક ધર્મક્રિયામાં જોડી શકાય, તેવી સ્વાનુભવસિદ્ધ નિયમાવલી ઢંકામાં જણાવું છું. તે આ પ્રમાણે જાણવી–
(૧) ખાસ જરૂરી જ વિચાર કરવા જોઈએ. (૨) ખાસ જરૂરી જ હિત (સામાને હિતકારી) મિત (જરૂરી શબ્દરચનાવાળાં) અને પ્રિય (શ્રેતાને રુચે તેવાં) વચનો બલવાં જોઈએ, (૩) ખાસ જરૂરી પ્રવૃત્તિ (કાયાથી થતી ક્રિયા) કરવી જોઈએ. (૪) ખાસ જરૂરી જ જવું અને સાંભળવું. (૫) જૂનાં વૈરઝેર ભૂલી જવાં જોઈએ, (૬) નવાં વૈરઝેર ઉત્પન્ન કરવાં નહીં. (૭) મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યશ્ય ભાવના, અને અનિત્ય ભાવના વગેરે ૧૨ ભાવના જ્યારે અવસર (ફુરસદ) મળે, ત્યારે ભાવવી જોઈએ. (૮) નિજ ગુણ રમણતાને વધારનારા ને પુદ્ગલ રમણતાને ઘટાડનારા સારા નિમિત્તોની સેવા કરવી, (૯) શ્રીઅરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું શરણ અંગીકાર કરવું, અને પોતે કરેલા દાન શીલ તપ વગેરે સારું કાર્યોની અનુમોદના કરવી, એટલે તેવાં કાર્યો કરવાને પ્રસંગ (શુભ અવસર ) મને ભવોભવ મળજે એવી ભાવના ભાવવી. અજ્ઞાન મોહાદને વશ થઈને કરેલા પાપાની નિંદા ગર્તા કરવી. (૧૦) વૈરાગ્ય ભાવને પોષનાર ગ્રંથે જ વાંચવા જોઈએ. તથા તેવાં જ વચને સાંભળવા જોઈએ. આ ૧૦ નિયમ આત્માને પરમ શાંતિમાં રાખીને દરેક ધાર્મિક ક્રિયામાં સ્થિરતાથી જોડે છે. અને વિષય કષાય વગેરે અંતરંગ શત્રુઓના ત્રાસથી બચાવે છે. આ ૧૦ નિયમોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org