SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય અહીં શરૂઆતમાં ટીકાકારે કહ્યું છે કે હું વર્તમાન જિનશાસનના નાયક પ્રભુશ્રી મહાવીરદેવ, શ્રુતદેવતા વગેરેને નમસ્કાર કરીને સંક્ષેપરુચિ (કામાં સૂત્રાર્થને જાણવાની ઇચ્છાવાલા) જીવોને આ સૂત્રનો અર્થ સમજાવવા રૂપ ઉપકાર કરવા માટે આવશ્યકસૂત્રની ટીકાને રચું છું. એમ કહીને પાંચ જ્ઞાન રૂપ નંદીનું સ્વરૂપ સમજાવતાં અનુક્રમે પ્રયોજન (નંદી કહેવાનું કારણ, ફલ) વગેરેની ચર્ચા કરીને તે નંદીના મંગલપણાને સાબિત કર્યું છે. પછી નામ-નિક્ષેપાદિ ચારેનાં લક્ષણોને કહીને નામ મંગલ વગેરે (મંગલના) ચાર ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. પછી અપેક્ષાએ શાનની, ને યની (જ્ઞાનથી જે જણાય તેની) એકતા ( અભિન્નતા; અભેદ જૂદાશ વગેરેનું સ્વરૂપ) જણાવીને મતિજ્ઞાનાદિની બીના કહેવાની શરૂઆત કરી છે. તેમાં અનુક્રમે મતિજ્ઞાનમાં ને શ્રુતજ્ઞાનમાં તફાવત, અને અવગ્રહ ઈહા અપાય તથા ધારણાનું સ્વરૂપ જણાવતાં તે ચારે ભેદને કાલ વર્ણવ્યું છે. પછી ચક્ષુ અને મન અપાયકારી ઇન્દ્રિયોને છે, ને બાકીની ચાર ઇંદ્રિય પ્રાયકારી છે. આ હકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું છે. કે જે શબ્દો સંભળાય છે, તેમાં શુદ્ધ શબ્દ, મિશ્ર શબ્દો અને વાસિત શબ્દો એમ ત્રણ ભેર પડે છે. આ હકીકત વિસ્તારથી સમજાવીને ભાષાવર્ગણાના પુદ્ગલોને લઈને છોડવાનો વિધિ (ક્રમ) સ્પષ્ટ સમજાવ્યો છે. પછી દારિકાદિ ત્રણ શરીર દ્વારા બેલાતી ભાષાનું સ્વરૂપ જણાવતાં સત્ય ભાષા વગેરે ચાર ભેદાનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. પછી ગ્રહણ કરીને છોડેલા ભાષા વર્ગણાના પુદ્ગલ કેટલા સમયમાં ચૌદ રાજ લોકમાં ફેલાય? આ પ્રશ્નનો ઉત્તર દઈને કમસર મતિજ્ઞાનના પર્યાયવાચક શબ્દો અને સાદપ્રરૂપણા વગેરે નવ દ્વારેનું સ્વરૂપ તથા ગતિ ઇંદ્રિયકાય વગેરે ર૦ દ્વારમાં મતિજ્ઞાનની વિચારણ, તેમ જ ચાલુ જ્ઞાનના પ્રસંગને લક્ષ્યમાં રાખીને બે નયની (વ્યવહારનયની ને નિશ્ચયનયની) પ્રરૂપણ કરીને મતિજ્ઞાનનો અધિકાર પૂરો કરી શ્રતજ્ઞાનને અધિકાર શરૂ કર્યો છે. બીજા શ્રુતજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં અનુક્રમે તેના અક્ષરકૃત, અનક્ષશ્રત, વગેરે ૧૪ ભેદનું વર્ણન કરીને જણાવ્યું કે ઉવસિત (અવાજ થાય એ રીતે શ્વાસ લઈને મૂક), ખંખાર ખાવો, વગેરે ક્રિયા કરીને પિતાની હયાતી જણાવવી વગેરે અનેક્ષરશ્રત કહેવાય. પછી આગમ (બેધ, જ્ઞાન)ના કારણભૂત શુશ્રષા વગેરે આઠ બુદ્ધિના ગુણને કહીને સૂત્રને સાંભળવાનો, અને ગુરુએ શિષ્યને વાચા આપવાનો (૧) પહેલાં શિષ્યને સૂત્રનો અર્થ કહે, (૨) પછી તેમાં (સૂત્રના અર્થમાં) નિયુક્તિના વિચારો ભેળવીને સુત્રનો અર્થ કહે, (૩) પછી બાકી રહેલા તમામ (સૂત્રનો) અથ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy