________________
શ્રી જૈન પ્રવચન કિાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય )
૪૯૧
તજીને ભાવક્રિયા કરવાનું કહ્યું છે તે વ્યાજબી જ છે. કારણ કે દરેક ક્રિયામાં ભાવની મુખ્યતા છે, જેમ સરકારી ચલણી નાણામાં છાપની જ ખરી કિંમત હોય છે, તેમ ધામિક ક્રિયામાં ભાવની જ કિંમત છે. અહીં ફૂગડુ મુનિનું દૃષ્ટાંત અને અતિમુક્ત મુનિ વગેરેનાં દૃષ્ટાંતા જરૂર વિચારવા જેવાં છે. કુરગામુનિ ભૂખ્યા રહી શકતા નથી, તે ગેાચરી લાવીને મહાતપસ્વી મેટા મુનિવરોને બતાવે છે. ત્યારે તેઓ તેનેા આ રીતે તિરસ્કાર કરવા લાગ્યા કે હે ક્રૂરગમુનિ ! તુ... લગાર પણ તપ કરતા નથી, માટે તને ધિક્કાર થાએ ” એમ કહીને તે મુનિએ તેની ગાચરીના પાત્રમાં થૂકયા. કૂરગડમુનિ પાતાની ભૂલ કબૂલ કરીને તેમના તપ-ગુણની અનુમેદના કરતાં શુભ ભાવે થૂંકવાળી ગાચરી વાપરતાં કેવલજ્ઞાન પામ્યા. તે જ પ્રમાણે સરલતાના ભંડાર શ્રીઅંતિમુક્ત નામના માલ મુનિરાજ પ્રભુશ્રી મહાવીરદેવના વચનથી અપ્લાય (કાચા પાણી )ની વિરાધના ઢાખની શુદ્ધિને માટે ઇરિયાવહી પડિક્કમીને કાઉસ્સગ્ગમાં શુભ ભાવના ભાવતા કેવલજ્ઞાન પામ્યા. આ પ્રસંગે શ્રીપ્રસન્નચંદ્ર રાષિ, ભરતચક્રવતી, કૂર્માંપુત્ર વગેરેનાં દૃષ્ટાંતા પણ જરૂર વિચારવા જોઈએ. વિવિધ પ્રકારના આચાર-ઉચ્ચાર અને વિચારવાળા છદ્મસ્થળવા નિમિત્તવાસી હોય છે, એટલે તેઓ જેવા જેવા નિમિત્તને પામે છે, તેના યાગે તેવા તેવા સ્વરૂપને ધારણ કરી તેવા વિચાર કરે છે, અને તે તેવી ભાષા આલે છે, તથા કાયાથી પ્રવૃત્તિ પણ તેવી જ કરે છે. માટે તેવા અશુભ નિમિત્તોથી વાર વાર અસ્થિર મનતા આત્માઓને સ્થિર કરી મેાક્ષ માર્ગના સાત્ત્વિક આરાધક બનાવવા માટે જ શ્રીન્ટેનેન્દ્રશાસનમાં દૈસિકાદિ પાંચે પ્રતિક્રમણની આરાધના પહેલાંની જેમ હાલ પણ કરાય જ છે. જો કે દરરોજ રાત્રિક પ્રતિક્રમણ અને દૈવસિક પ્રતિક્રમણ અનુક્રમે સવારે અને સાંજે કરાય છે, તે પણ વિસ્મરણ, શરમ, અભિમાનાદિમાંના કાઈ પણ કારણથી જે ઢાષાના આલાચનાદિ કરવાં રહી ગયાં હોય, તે દાષાની આલાચના અનુક્રમે પાક્ષિક, ચાતુર્માસિક, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં કરાય છે, આ જ પદ્ધતિ ખામણાંને અંગે પણ સમજી લેવી, તથા પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરવાનુ બીજુ કારણ ‘વિશેષ શુદ્ધિ ? પણ જણાવ્યું છે, તેમાં દૃષ્ટાંત પણ કહ્યું છે કે – જેમ ગૃહસ્થા હંમેશાં બે વાર ઘર સા કરે છે, છતાં દીવાલી વગેરે પ`ના પ્રસંગે વિશેષ શુદ્ધિની ખાતર વધારે સાફ કરે છે, તેમ અહીં' પ્રતિક્રમણની ખાખતમાં પણ સમજી લેવું કે કોઈને કદાચ દેાષ ન લાગ્યા હાય, અથવા દાષની આલેાચના કરવી રહી ગઈ ન હેાય. તેા પણ તેણે વિશેષ શુદ્ધિ અને ચીકણાં કર્મોના નાશ વગેરે લાભ લક્ષ્યમાં રાખીને જરૂર પાક્ષિકાદિ પ્રતિક્રમણાની ક્રિયા કરવી જ જોઈએ. આવશ્યક સુત્રોના દરેક પદના અને દરેક ક્રિયાના ઉદ્દેશ સમજાવતા ગ્રંથ મહુજ મેાટા થઇ જાય, માટે અહીં આ આવશ્યકસૂત્રના સાર બહુ જ ટૂ'કામાં જણાવ્યા છે એમ સમજવું.
–
આ રીતે શ્રી આવશ્યકત્રના સંક્ષિપ્ત સાર પૂરો થયેા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org