________________
૪૬૮
શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત ૨૦વંકચૂલિયા–અહીં શ્રતજ્ઞાનની હીલના કરતાં કોણે કેવાં કેવાં દુઃખ ભેગવ્યાં? તે બીના આના રચનાર શ્રીયશોભદ્ર મહારાજે વિસ્તારથી કહી છે. વિ૦ સં. ૧૯૭૯ માં હેડમાસ્તર હીરાચંદ કાલભાઈએ “ચમત્કારિક સાવચૂરિ સ્તોત્ર સંગ્રહ અને વંકચૂલિયા સૂત્ર સારાંશ” નામની બૂક પ્રસિદ્ધ કરી હતી, તેમાં આ સૂત્રનો સારાંશ આપે છે.
૧. વિયાહચૂલિયા (વ્યાખ્યાચૂલિકા)–વિવાહની જે ચૂલિકા, તે વિવાહ (વ્યાખ્યા ચૂલિકા) કહેવાય એમ શ્રી વ્યવહારભાષ્યાદિમાં કહ્યું છે.
રર. વીરસ્તવ–અહીં શ્રી મહાવીરસ્વામીની વિવિધ નામ જણાવીને સ્તુતિ કરી છે. કેટલાક વિદ્વાને માને છે કે આના કર્તા હરિભદ્રસૂરિ મહારાજ છે.
ર૩. સંસક્તનિયુક્તિ–અહીં અમુક સંગમાં ઉપજતા સંમૂર્ણિમ છાનું અને મુનિવરોને ખપતા આહારદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. અને પ્રસંગને અનુસાર મગધાદિદેશનાં નામ પણ જણાવ્યાં છે. આની કુલ ૬૩ ગાથાઓ છે, તેમાં બીજી ગાથામાં કહ્યું છે કે (કેઈ સ્થવિર ભગવંતે) આને બીજા અગ્રાયણીય પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો છે. આની ઉપર સંસ્કૃત અવચૂણિ રચાઈ છે.
૨૪. સારાવલી પ્રકીર્ણ ક–અહીં શ્રીષભદેવ પ્રભુના મુખ્ય ગણધર શ્રી પુંડરીક ગણધરનું ચરિત્ર વર્ણવ્યું છે. આની કુલ ગાથા ૧૧૬ છે. શરૂઆતમાં પંચ પરમેષિની સ્તવના કરીને પુંડરીક ગણધરનું ચરિત્ર શરૂ કર્યું છે, આના આધારે શ્રી શત્રુજ્ય મહાકપાદિની રચના થઈ છે. શત્રુંજયનાં ૧ નામ વગેરે હકીકતનું મૂલ સ્થાન આ સારાવલી પયને છે. આને સ્તબકાઈ (બો) પણ છે.
૨૫. સિદ્ધપ્રાકૃત (સિદ્ધપાહુડ) અહીં સિદ્ધ પરમાત્માની હકીકત વિસ્તારથી વર્ણવી છે. બીજા અગ્રાયણીય પૂર્વના નિત્યંદ (ઝરણા) રૂપ આ સિદ્ધપાહુડાની ૧૨ ગાથાઓ છે. તેમાં બીજી ગાથામાં ચૌદ પૂર્વધર ભગવંતોને વંદના કરી છે. કેટલાએક ઐતિહાસિક બીનાના જાણકાર વિદ્વાનોનું માનવું છે કે કદાચ આની રચના શ્રીસ્થલભદ્રજીના સમય પછીના સમયે થઈ હોય, આની પ્રાચીન ટીકા છે. એમ છપાયેલ પ્રતની છેવટે કહ્યું છે. જેનગ્રંથાવલી વગેરે ગ્રંથેના આધારે જણાય છે કે જેસલમેરના ભંડારમાં વિસં૧૪૧ર માં તાડપત્રની ઉપર લખાયેલી હાથપોથીમાં આની ટીકા છે. સંભવ છે કે કદાચ તે પ્રાચીન ટીકા હેય.
આ રીતે ટૂંકામાં ૧૦ પન્ના સિવાયના બીજા પણ ૨૫ પનાઓને પરિચય જણાવ્યું. તેમાં કેટલાક પન્નાઓ છપાયા છે, ને કેટલાક પનાઓ છપાયા નથી. કેટલાક પવનાઓના રચનાર મહાપુરુષોનાં નામ જણાવ્યાં છે, ને કેટલાક પન્નાઓના રચનાર મહાપુરુષોનાં નામ જણાવ્યા નથી કારણ કે મૂલગ્રંથાદિમાં પણ રચનાર મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org