________________
૪૬૭
શ્રી જૈન પ્રવચન કિરણવલી (શ્રી દશ પનાને સંક્ષિપ્ત પરિચય) ટીકા વગેરે ગ્રંથમાં જણાવ્યું છે. અહીં શરૂઆતની ૧૮ ગાથાઓમાં માનુષેત્તર પર્વતનું વર્ણન કરીને ૧૯ મી ગાથાથી ર૪ મી ગાથા સુધીની ૬ ગાથામાં નલિનોદક સમુદ્રની બીના કહી છે, પછી ૨૫ મી ગાથાથી ૭૧ મી ગાથા સુધીની ૪૭ ગાથાઓમાં આઠમા નંદીશ્વર દ્વીપનું વર્ણન કરીને ૭રમી ગાથાથી ૧૧૦મી ગાથા સુધીની ૩૯ ગાથાઓમાં કંડલીપની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી ૧૧૧ મી ગાથાથી ૧૫૭ મી ગાથા સુધીની ૪૭ ગાથામાં રૂચકદ્વીપનું વર્ણન કરીને ૧૫૮ મી ગાથામાં શંખવર દ્વીપની બીના કહી છે. અંતે અસુરકુમાર દેવાદિના આવાસાદિનું પણ વર્ણન કર્યું છે. આની છાપેલી પ્રતમાં કુલ ગાથા રર૩ છે. તેમાં ર૧૨ મી ગાથા ગુટિત (અધુરી) છે. દીવસાગરપણુત્તિ નામ શ્રીસ્થાનાંગસૂત્ર, પાક્ષિકસૂત્ર, નંદીસત્ર, આવશ્યકચૂર્ણિ વગેરે સૂત્રોમાં આવે છે, ને દ્વીપસાગરપ્રાપ્તિ નામ શ્રીનંદીસૂત્રની ને આવશ્યકસૂત્રની શ્રી હરિભદ્રસૂરિકૃતિ ટીકાદિમાં આવે છે.
૧૭. પર્ય તારાધના–જેમાં અંતિમ સમયે કરવા લાયક આરાધનાનું વર્ણન કર્યું છે, તે પર્યતારાધના કહેવાય. આની આર્યા છંદમાં કુલ પ્રાકૃત ગાથાઓ ૭૦ છે. અન્યત્ર આના બે નામ “આરાધનાપ્રકરણ અને આરાધના સૂત્રો જણાવ્યા છે, શ્રીસામસૂરિ મહારાજે રચેલી આ પર્વતારાધનાદિને આધારે ઉપાશ્રીવિનયવિજયજીએ પુણ્યપ્રકાશનું સ્તવન રચ્યું હતું. કારણકે બંનેમાં દશ અધિકારોનું વર્ણન વગેરે બીના સરખી જણાવી છે. ગુજરાતી અનુવાદ સાથે આ ગ્રંથ છપાયે છે.
૧૮. પિંડવિધિ–મુનિએ શુદ્ધ આહાર વગેરે કઈ રીતે મેળવવું જોઈએ? વગેરે બીના જેમાં કહી છે, તે પિંડવિધિ કહેવાય. આનું બીજું નામ પિંડવિશુદ્ધિ જણાવ્યું છે, શ્રીજિનવલભગણિ મહારાજે ૧૦૩ ગાથા પ્રમાણ આ ગ્રંથની રચના શ્રીભદ્રબાહસ્વામિકૃત પિંડનિર્યુક્તિના આધારે કરી છે. આનો અર્થ સમજાવનારાં ૪ સાધનો છે. તે આ પ્રમાણે-(૧) શ્રીયશોદેવસૂરિ મહારાજે વિ.સં. ૧૧૭૬ માં રચેલી સુબેધા નામની ટીકા, (૨) શ્રીઉદયસિંહસૂરિ મહારાજે વિસં૦ ૧૨૫ માં રચેલી દીપિકા, (૩) શ્રી અજિત દેવસૂરિ મહારાજે વિસં. ૧૬ર૭ માં રચેલી દીપિકા, (૪) કોઈકે રચેલો સ્તબકાર્થ (બે).
૧૯, વગચૂલિકા–શ્રી અભયદેવસૂરિજી કહે છે કે શ્રીઅંતકૃદદશાંગાદિમાં અધ્યયના સમુદાય રૂપ આઠ વગેરે વર્ગો કહ્યા છે. તેની જે ચૂલિકા તે વગચૂલિકા કહેવાય. અને મહાકપશ્રતની જે ચૂલિકા, તે વર્ગચૂલિકા કહેવાય એમ શ્રીમલયગિરિ મહારાજે શ્રીવ્યવહાર સૂત્રના ૧૦ મા ઉદ્દેશાના ભાષ્યની ટીકામાં કહ્યું છે. વર્ગોમાં કહેલા અર્થને ને નહિ કહેલા અર્થને અહીં વિસ્તારથી સમજાવ્યો છે. ૧ નંદીશ્વરદીપનું વર્ણન બીલોકપ્રકાશ, પ્રશ્નોત્તરપ્રબંધ, દેશના ચિંતામણ (શેરદલાલ જેસંગભાઈ કાલીદાસે છપાવેલ)નો બીજો ભાગ વગેરે ગ્રંથમાં વિસ્તારથી કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org