________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાનો સંક્ષિપ્ત પરિચય) સં૦ ર૧૯ માં સ્વર્ગ ગયા. આ રીતે પરિશિષ્ટ પર્વના નવમા સર્ગમાં જણાવેલી બીના ધ્યાનમાં લેતા સમજવાનું મળે છે કે શ્રી વીનિસં૦ ના બીજા સૈકાથી જ શ્રતજ્ઞાનને જે હાસ (ઘટાડ) થવા માંડે હતા, મગધસંધે તે શ્રુતજ્ઞાનને (૧૧ અંગાને) સંઘટિત (વ્યવસ્થિત) કર્યું. કાલક્રમે તેવા પ્રસંગે (શ્રુતજ્ઞાનને ઘટવાના પ્રસંગે) વધુ ઉપસ્થિત થવા લાગ્યા. તેમાં પુરાવા એ પણ છે કે વીસં૦ ર૯ર માં સંપ્રતિ રાજાના રાજ્યકાલે શ્રી આર્ય સુહસ્તિ સૂરિના સમયમાં બારવણી દુકાળ પડયો હતો, તેના પ્રતાપે ભણેલું શ્રુતજ્ઞાન ભૂલાવા માંડયું, પાઠક અને ભણનારા મુનિવરે પણ કાલધર્મ (મૃત્યુ) પામ્યા. આવાં અનેક કારણોને લઈને મૃતપાન ઘટવા માંડ્યું. ( વિચ્છિન્ન થવા માંડયું.) તે પછી લગભગ ચાર સૈકા (૪૦૦ વર્ષો) વીત્યા બાદ વી. સં. છઠ્ઠા સૈકામાં પૂજ્ય શ્રી કંદિલાચાર્ય અને રાગિણી રુકિમણુને ચારિત્રની આરાધનામાં જોડનાર શ્રી વજસ્વામીજીના નજીકના ટાઈમે વળી બીજે ભયંકર બારવર્ષ દુકાળ પડયો. આ હકીકત શ્રી નંદીસૂત્રચૂણિ આદિ ગ્રંથોમાં વિસ્તારથી જણાવી છે. તેનો સાર એ છે કે આ ભયંકર દુકાળને લઈને સાધુઓને સંયમાદિના નિર્વાહ નિમિત્તે જુદા જુદા સ્થળે વધારે વિહાર કરવો પડ્યો. તેથી તેઓ શ્રુતજ્ઞાનનું ગ્રહણ (વાંચન) પરાવૃત્તિ (સૂત્રનું યાદ કરવું) અને અનુપ્રેક્ષા (અર્થની ચિતવના) કરી શકયા નહિ, એથી પણ શ્રુતજ્ઞાનનો વિશેષ ઘટાડો થયો અને જ્યારે ત્યાં ફરી સુકાલ થયા ત્યારે મથુરા નગરીમાં પૂજ્ય શ્રી સ્કંદિલાચાર્ય વગેરે સંધે મોટો સાધુ સમુદાય ભેગો કરી જે મુનિને જેટલું શ્રત યાદ આવ્યું તે બધું કાલિક શ્રુતજ્ઞાન સંઘટિત (વ્યવસ્થિત) કર્યું. આ દુકાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતજ્ઞાનની ઘણી હાનિ કરી નાખી. આ ઉદ્ધારને માથરી વાચના” કહેવામાં આવે છે. તે (વાચન) શૂરસેન દેશના પાટનગર મથુરામાં થઈ હતી. માટે તે શ્રુતજ્ઞાનમાં સંભવ છે કે શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું હોય. લગભગ આ ટાઈમે આર્ય રક્ષિતસૂરિ મહારાજે શ્રી અનુગદ્વારસૂત્રની રચના કરી હતી. તે પછી વીર નિર્વાણથી લગભગ ચાર સૈકા વીત્યા બાદ એટલે દશમા સૈકામાં પડેલા બાર વર્ષના દુકાળના પ્રતાપે ઘણાં બહAતનું અવસાન (મૃત્યુ) થયું. તેથી પહેલાં બચેલા કૃતમાં પણ ઘણે ઘટાડો થયો. કાલક્રમે વિ. સં. ૯૮૦ વર્ષ (એટલે વીર, સં. પ૦ માં ) પૂજ્ય શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણ મહારાજે વલભીપુરમાં મુનિ સમુદાય ભેગો કરી જે જે શ્રુતજ્ઞાન યાદ હતું તે તે ત્રટિત અટિત આગમના પાઠેને કમસર પિતાની બુદ્ધિથી સાંકળી (સંકલિત કરી) પુસ્તકારૂઢ કર્યા. આ વખતે લખવાનું ઘણું હતું અને સૂત્રમાં વારંવાર સરખા પાઠોના આલાવા આવે તેથી વારંવાર લખવાને બદલે “જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ જાણી
૧ આ બીના શ્રીમેરૂતુંગ સૂરિકૃત વિચારશ્રેણિમાં પણ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org