________________
૪૪૫
શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પનાનો સંક્ષિપ્ત પરિચય) કરાય. એમ બીજા જ્યોતિષના ઘણા ગ્રંથમાં કહ્યું છે. તેમજ ઉત્તમ યોગનું સામર્થ્ય જણાવતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાદિ મહાપુરુષએ લગ્નશુદ્ધિ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે
" एगे रविजोगे पत्ते, सम्वे विग्याई विणस्संति"
કદાચ દિવસ વગેરેની શુદ્ધિ સંપૂર્ણ ન જણાતી હોય, ને કાર્ય જરૂર કરવાનું હોય, તે વખતે ઉત્તમ યોગની તપાસ કરવી. આવા પ્રસંગે જો એક રવિયોગ હોય, તે દિવસાદિની સહેજ અશુદ્ધિ લગાર પણ નુકશાન કરી શકતી નથી.
૮. શ્રી ગણિવિદ્યા પ્રકીર્ણકનો સંક્ષિપ્ત પરિચય પૂરો થયો.
૯. શ્રીદેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય દશ પન્નાઓમાં આ નવમો પયત્ન છે. તેમાં દેવોના સ્વામી ઇદ્રોની હકીકત જણાવવા પૂર્વક શ્રીજિનેશ્વર દેવની સ્તુતિ કરી છે; તેથી તે “દેવેન્દ્રસ્તાવ આવા યથાર્થ નામે ઓળખાય છે. જ્યારે વર્ષાદને આવવાની શરૂઆતને ટાઈમ વર્તે છે, શાંતિનું વાતાવરણ વર્તાઈ રહ્યું છે, તે અવસરે પ્રભુશ્રી મહાવીર દેવના પ્રાસાદમાં ક્ષેત્રાદિની હકીકતને જાણનાર એક શ્રાવક સ્વધર્મચારિણી (પત્ની)ની સાથે દ્રવ્યપૂજા પૂરી કરીને ભાવપૂજા કરવાના પ્રસંગે શ્રી આદિનાથ વગેરે વીશ તીર્થકરોની સ્તુતિ કરીને વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી મહાવીર દેવની ઉપર બહુ જ બહુમાન હેવાથી તે મૂલના ચકની પરમ ઉલ્લાસથી સ્તુતિ કરે છે, તેમાં તેણે કહ્યું કે ૩ર ઇદ્રોથી તવાયેલા હે નાથ ! હું આપના ચરણ કમલને નમસ્કાર કરું છું. આ વચન સાંભળીને તેની પાછળ ઊભી રહીને સ્તુતિને સાંભળનારી શ્રાવિકાએ (તે સ્તુતિ કરનારની પત્નીએ) પોતાના પતિને ૬ પ્રશ્નો આ રીતે પૂક્યા કે ૧ બત્રીશ ઇંદ્રો કઈ રીતે સમજવા ? ૨, તેમને રહેવાનાં સ્થાને ક્યા કયા? ૩. તે બત્રીશ ઇદ્રોમાંનાં દરેક ઇંદ્રનું કેટલું કેટલું આયુષ્ય કહ્યું છે? ૪. તથા કયા કયા ઇંદ્રના તાબામાં કેટલાં ભવને-વિમાનો છે? ૫. તે ભવને કે વિમાને કેવાં હોય છે? ૬. તે દરેક ઇંદ્રને કેટલી કેટલી હદનું અવધિજ્ઞાન હોય છે?
આ પ્રશ્નો સાંભળીને તે દરેક પ્રશ્નનો ઉત્તર દેવાની શરૂઆત કરતાં પહેલાં તેણે જણાવ્યું કે શ્રી ગુરુ મહારાજની પાસે મેં આગમશ્રણાદિ સાધનોથી જે શ્રતજ્ઞાન મેળવ્યું છે, તેને અનુસારે ૬ પ્રશ્નોના ઉત્તરે આપું છું, એમ કહીને તેણે અનુક્રમે ઉત્તરે આયા, તેમાં લોકપાલ વગેરેની સંખ્યા, ઇંના બળની હકીકત (શરૂઆતની) ૬પ ગાથાઓમાં કહી છે. પછી ચંદ્રાદિનું વિવિધ પ્રકારે વર્ણન
- ૧. અહી વિશિષ્ઠ ઋદ્ધિવાળા પર ઇન્દ્રો મર્યા છે. તેમાં અંતરના ૨ ઇન્દ્રો મેળવીને ૧૪ ઈન્દ્રો પણ બીજા ગ્રંથોમાં કહ્યા છે. ઇન્દ્રો બત્રીશ છે, એ વચન આપેક્ષિક હેવાથી વ્યાજબી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org