________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સ`ક્ષિપ્ત પરિચય )
૪૩૩
વે
ચિત્તની સમાધિ ( સ્વસ્થતા) ને ટકાવનારું સમાધિપાન છે; એ મુદ્દો યાદ રાખવા જોઇએ. આ હકીકત સ્પષ્ટ જણાવ્યા બાદ શ્રીસંઘને અનશનની વાત જણાવવાની અને ઉપડ્યાને દૂર કરવા કાયાત્સગ ( કાઉસગ્ગ ) કરવાની મીના, તથા આહારને તજવાની મીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનશન કરનાર જીવ ચૈત્યવંદન કરીને સઘને અને આચાર્યાદિને ખમાવે, તથા પેાતાના અપરાધાને પણ શુદ્ધભાવે ખમાવે. આ રીતે કરવાથી જેમ મૃગાવતી સાધ્વીનાં પાપકર્યાં નાશ પામ્યાં, તેમ અનશન કરનાર પાપકર્માંના ક્ષય કરે છે. પછી અનશની જીવને ગુરુ મહારાજે આપેલી હિíશક્ષાનુ વર્ણન કરતાં તે જણાવે છે કે મિથ્યાત્વના નાશ કરવા, સમ્યકત્વને ટકાવનારી તે નિમલ કરનારી ભાવ ભાવવી, શ્રીવીતરાગ દેવની દ્રવ્ય ભકિત ને ભાવભકિત કરવી, નવકાર મંત્રનું સ્મરણ કરવું, સ્વાધ્યાય કરવા, વ્રતાદિને સાચવવાં, ત્રણ શલ્યના તથા ચાર કષાયેાનો ત્યાગ કરવા, ઇન્દ્રિયાને વશ કરવી, જેમ ઝાંઝવાનુ પાણી તરસ છીપાવતું નથી, તેમ અધમ કરવાથી (ધર્માવરુદ્ધ વર્તાવાથી) સુખ મળે જ નહિ, અગ્નિ વગેરેથી પણ વધારે દુ:ખ દેનારુ મિથ્યાત્વ છે. સાધુની ઉપર દ્વેષ રાખનારા જીવે દત્તની માક દુ:ખી થાય છે, સમ્યકત્વથી જ જ્ઞાનાદિ ટકે છે, શ્રીજિનશાસનની ઉપર દઢ રંગ ધારણ કરવા. સમ્યકત્વથી ભવભ્રમણ ટળે, ને મેાક્ષ મળે, અરિહંતાદિની ભક્તિથી દુર્ગતિનાં દુ:ખેા ટળે, ને મેાક્ષનાં સુખ મળે છે. ભકિત સિવાય મુકિત મળે જ નહિ, જેમ ખારી ભૂમિમાં ડાંગરનું વાવવુ. ( ઉગાડવુ' ), બીજ વાવ્યા વિના ધાન્યની ચાહના, વાદળાં વિના વર્ષીદની ચાહના, આ બધાં કાર્ય નકામાં છે, તેમ ભક્તિ કર્યા વિના મુકિતની ચાહના પણ નકામી છે. આ પ્રસંગે મણિકારનું દૃષ્ટાંત કહ્યું છે. આ બધી બીના કહીને હિતશિક્ષાના પ્રસંગે નવકારના પ્રભાવ જણાવ્યા કે તે (નવકાર ) સંસારને ક્ષય કરનાર છે. અહીં મેલ્ટ્ઝ ( હાથીના માવત)નું દૃષ્ટાંત જણાવ્યું છે. પછી કહ્યું કે આરાધના એ હાથા જેવી (કઠેડા જેવી ) અને સુગતિના માર્ગમાં થ જેવી છે, અને જ્ઞાન એ મન રૂપી પિશાચને વશ કરનારુ છે. તેમજ યવરાષિ અને ચિલાતિ પુત્રના દૃષ્ટાંતે જ્ઞાનથી વિઘ્નાદિના નાશ થાય છે અને સદૂગતિનાં સુખ મળે છે, પછી અનુક્રમે ટૂંકામાં હિંસાદિ પાંચ ઢાષાનાં કડવાં ફૂલ વગેરે કહીને અહિંસા વગેરે પાંચ ગુણાના શુભ લાદિ જણાવીને હિતશિક્ષા ફરમાવી છે કે હિંસા, જૂઠ, ચારી, મૈથુન ને પરિગ્રહના ત્યાગ કરીને અહિંસા, સત્ય, ચેરીના ત્યાગ, બ્રહ્મચર્ય ને સત્તાષ ગુણાને ધારણ કરવાથી જરૂર મુકિતનાં સુખા મળે છે.
અહિંસાદિ પાંચ ગુણ્ણાના ઉપદેશનું રહસ્ય ઢંકામાં હિતશિક્ષા રૂપે આ પ્રમાણે જાણવું- ૧. કાઈ પણ જીવને હણવા નહીં, ર. પાતાની જેવા બીજા જીવાને ગણીને કોઇની પણ લગાર પણ આંતરડી દુ:ખાય, તે રીતે પિરતાપના વધ વગેરે કરવા જ નહિ, કારણ કે કોઈને પણ દુ:ખ ગમતું જ નથી, બધા જીવા સુખને ચાહે છે. માટે દયા જેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org