________________
શ્રીવિજયપત્રસૂરીશ્વરકૃત શ્રી નિરયાવલિકા શ્રુતસ્કંધના ત્રીજા વર્ગને ટુંક પરિચય
આ વર્ગનાં પણ દશ અધ્યયનો છે. તે આ પ્રમાણે-૧, ચંદ્ર અધ્યયન, ૨. સૂર્ય અધ્યયન, ૩. શુક્ર અધ્યયન, ૪. બહુપુત્રિકાધ્યયન, પ. પૂર્ણભદ્ર અધ્યયન, ૬. માણિભદ્ર અધ્યયન, ૭. દત્ત અધ્યયન, ૮, શિવ અધ્યયન, ૯, બળ અધ્યયન, ૨૦, અણાઢિય અધ્યયન, પહેલા અધ્યયનમાં તિષી દેવેલકમાં ચંદ્રાવતંસક વિમાનમાં જયોતિષીના ઇદ્ર તરીકે ઉત્પન્ન થયેલા ચંદ્ર નામના ઇન્દ્રની બીના કહી છે. તે ચંદ્ર અવધિ જ્ઞાન વડે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જતાં પ્રભુશ્રી મહાવીરને રાજગૃહીની બહાર ગુણશીલ વનમાં સમવસરેલા જાણી સૂર્યાભ દેવની જેમ સર્વ ઋદ્ધિવડે આવે છે, અને નાટયવિધિ બનાવીને સ્વસ્થાને જાય છે, ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ પૂછતાં પ્રભુ તેના પાછલા ભવનું વર્ણન કરે છે. તે પાછલા ભવમાં શ્રાવતી નગરીમાં “અંગતિ” નામે વ્યવહારી હતો. તેણે શ્રી પાર્શ્વનાથની પાસે દીક્ષા લીધી હતી. ત્યાર પછી છઠું વગેરે ઘણી તપસ્યા કરી કાંઈક વિરાધના દેશના પ્રતાપે કાળ કરી ચંદ્ર નામના ઇન્દ્રપણે ઉત્પન્ન થયો. તેનું આયુષ્ય એક પાપમ અને એક લાખ વર્ષનું જાણવું. તે હાલનો ચંદ્રમા અહીંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષમાગને આરાધીને સિદ્ધ થશે.
બીજા અધ્યયનમાં સૂર્ય નામના ઇદ્રનું વર્ણન કર્યું છે તે પાછલા ભવમાં શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતો. તેણે પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાસે દીક્ષા લીધી હતી ને કાંઈક વિરાધનાથી સૂર્ય નામે ઇંદ્ર થયો. હાલના તે જ સૂર્યનું ૧ પોપમ અને એક હજાર વર્ષનું આયુષ્ય જાણવું. બાકીની બીના પહેલા અધ્યયન પ્રમાણે જાણવી. ૩. ત્રીજા અધ્યયનમાં શુકનું વર્ણન કર્યું છે, તે પાછલા ભવમાં મિલ નામે વિદ્વાન બ્રાહ્મણ હતો. ત્યાં એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુ પધારતાં તેમને તે વંદન કરવા ગયા, ત્યારે તેણે પાર્શ્વનાથ પ્રભુને કેટલાક યાત્રા વગેરે પદોને અંગે પ્રશ્નો પૂછયા. તે બધા પ્રશ્નોના વ્યાજબી ઉત્તરો સાંભળી પ્રતિબોધ પામીને તેણે શ્રાવકધર્મ સ્વીકાર્યો ત્યાર પછી મુનિ વગેરેના પરિચયના અભાવે તે પાછો મિથ્યાત્વી બની ગયો. તેણે અનેક પ્રકારની મિથ્યાત્વીની કરણી કરી, તે બીના અહીં મૂલ અને ટીકામાં વિસ્તારથી જણાવી છે. અંતે એક દેવે મધ્ય રાતે પ્રકટ થઈને કહ્યું કે હે સિમિલ બ્રાહ્મણ! તારી આ પ્રવજ્યા બેટી છે. સોમિલે તે સાંભળ્યું, પણ ગણકાર્ય નહિ એટલે તેનો આદર કર્યો નહીં. અને મિથ્યાત્વની કરણીમાં પ્રવર્યો, પણ તે દેવે તો દરરોજ મધ્ય રાતે એ પ્રમાણે કહ્યા જ કર્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલે તેને પૂછયું કે મારી પ્રવજ્યા બાટી છે, એમ જે તું કહે છે, તેનું કારણ શું? ત્યારે તે દેવે કહ્યું કે તે શ્રી પાર્શ્વનાથની પાસે સ્વીકારેલા શ્રાવક ધર્મને તજી દીધો, ને તું મિથ્યાત્વની કરણી કરી સમ્યકત્વ ગુણ હારી ગયો છું. તેથી તારી પ્રવ્રજ્યા (શ્રાવક ધર્મ) ટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org