SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૮થી૧૨ ઉપાંગરૂપ શ્રી નિરયાવલિકા સૂચનો પરિ.) ૩૮૯ રાણીથી નાની એવી આ દશે રાણીઓના કાલકુમારાદિની બીના અનુક્રમે તે તે અધ્યયનોમાં કહેલી હોવાથી કુમારોનાં નામે જ અધ્યયન ઓળખાય છે. ત્યાર પછી જ બૂસ્વામીજી પૂછે છે કે પહેલા અધ્યયનમાં શું અર્થ જણાવ્યું છે? આનો જવાબ સુધર્માસ્વામી આપે છે. ત્યાંથી આ નિરયાવલિકા સૂત્રની શરૂઆત થાય છે. તેમાં પહેલા અધ્યયનમાં કાલકુમારની હકીકત જણાવતાં પહેલાં કહ્યું કે ચંપાનગરીમાં કેણિક નામે રાજા હતા, તેને પદ્માવતી નામે રાણી હતી. તેણીના આગ્રહથી કેણિકે હલ અને વિહલની પાસે શ્રેણિક રાજાએ આપેલ સેચનક નામને હાથી અને અઢાર સેરનો હાર માખ્યો, બંને ભાઈઓએ (કણિકના સગા ભાઈ એએ) તે પાછા આપવાની ના પાડી. પછી “કેણિક અમારી પાસેથી આ બે વાની જરૂર લઈ લેશે ? આવા ભયથી તે બંને કુમારો (પોતાની માતા ચેલણાના પિતા અને) પિતાના માતામહ ચેટક રાજાના શરણે ગયા. કેણિકે આ વાત જાણી એટલે ત્યાં દૂત મોકલી ચેટક રાજાની પાસે તે બે વસ્તુ સહિત હલ્લ વિહલને પાછા મોકલી દેવાની માંગણી કરી. ચટક રાજાએ ન્યાય જણાવવા પૂર્વક જવાબ આપે કે “તારી જેમ એ પણ મારી પુત્રીના જ પુત્રો છે. તે મારે શરણે આવ્યા છે. તેથી હું તે બંનેને તને સોપી નહિ, તેમજ તારે તેમને રાજ્યનો ભાગ આપીને પછી તે બે વસ્તુની માંગણી કરવી ઉચિત છે, પણ હજુ તેં તે ભાગ તો બંનેને આપ્યા નથી. માટે બાપની મિલકત ત્રણેની ગણાય, તેથી તારાથી તેમની પાસે તે બે ચીજની માંગણી કરાય જ નહિ. ને તે બંને મારાથી પાછા મોકલી શકાય પણ નહીં ? આ ઉત્તર કોણિકને ન રુચવાથી છેવટે તેણે ચેડા રાજાને યુદ્ધ કરવા માટે તૈયાર થવા કહેવરાવ્યું. અને પોતાના નાના કાલકુમાર વગેરે ૧૦ ભાઈ આને સાથે લઈ યુદ્ધ કરવા ગયે. આ ચેટક મહારાજા સાથેના મુશલ નામના યુદ્ધમાં ઉપર જણાવ્યા મુજબ દશ દિવસે દશ ભાઈ એ મરાણા. અહીં કાલકુમારની માતાને ભગવંત મહાવીર સ્વામી ત્યાં પધારતાં રાત્રિએ એ વિચાર થયો કે “કાલે સવારે પ્રભુ પાસે જઈને હું મારા પુત્ર સંબંધી ખબર પૂછું કે તેને હું જીવતે પાછો આવે જોઈશ કે નહીં ? ? આથી તેણીએ બીજે દિવસે પ્રભુ પાસે જઈને તે પ્રમાણે પૂછ્યું, પ્રભુએ તેના મરણ પામ્યાની હકીકત કહી, તેથી તે શકાતુર થઈને સ્વસ્થાને ગઈ. ત્યાર પછી શ્રીગૌતમસ્વામીએ પૂછયું કે હે સ્વામી! તે કાલકુમાર મરણ પામીને કયાં ગયો? પ્રભુએ કહ્યું કે “ચાથી પંકપ્રભા નરકમાં હેમાભ નામે નરકાવાસમાં દશ સાગરોપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થયો છે. ?ત્યાર પછી પૂછયું કે “તેણે આવું પાપ કર્મ કયારે કર્યું કે જેથી તે ચેથી નરકે ગયા ? પ્રભુએ આનો ઉત્તર દેતાં શ્રેણિક રાજાનું અને કેણિકનું તે કેણિકને ચેબ્રણાના ગર્ભમાં આગમન (આવવાથી)થી માંડીને] વૃત્તાંત વિસ્તારથી કહ્યું. તેમાં પ્રભુએ કાલકુમારના મરણનું નિમિત્ત કહેવાના અવસરે અભયકુમારની ને ચેલણ વગેરેની બીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy