________________
૩૮૮
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત દષ્ટિવાદનું વહિદશા નામે ઉપાંગ જાણવું. ૧૫૩-૫૫. પહેલા વર્ગમાં શ્રેણિક રાજાના કાલ કુમાર વગેરે દશ પુત્રોની બીના કહી છે. બીજા વર્ગમાં શ્રેણિક રાજાના પુત્રોના પુત્રો એટલે પદ્મકુમાર વગેરે ૧૦ ક્ષેત્રોની બીના કહી છે. ત્રીજા વર્ગમાં ચંદ્ર સૂર્યાદ ૧૦ રેવનું, ને ચોથા વર્ગમાં શ્રી હી વગેરે ૧૦ દેવીઓનું વર્ણન ક" છે. અને છેલ્લા એટલે પાંચમા વગમાં કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ બલદેવના ૧૨ પુત્રોનું વૃત્તાંત જણાવ્યું છે. ૧૫૬-૧૫૭,
સ્પષ્ટાર્થ –હવે હું જૈન પ્રવચન કિરણાવલીના એકવીશમાં પ્રકાશમાં શ્રીનિયાવલિકાશ્રુતસ્કંધના સંક્ષિપ્ત પરિચય જણાવું છું-પૂર્વે જણાવેલાં પાંચ ઉપાંગોનું ભેગું નામ શ્રીનિરયાવલિકા શ્રુતસ્કંધ” કહેવાય છે. એટલે અહીં પાંચ ઉપાંગેનું વર્ણન કર્યું છે. “નિરયાલિકા” આવું નામ તે ખરી રીતે તેના પાંચ વર્ગોમાંના પહેલા વર્ગમાં કહેલી બીના તરફ લક્ષ્ય રાખીને જ પાડયું હોય એમ ચોક્કસ નિર્ણય થઈ શકે છે. કારણ કે અહીં શ્રેણિક રાજાના પુત્ર અને કોણિકના નાનાભાઈ કાળકુમાર વગેરે દશે કુમારોનાં દશ અધ્યયનો જણાવ્યાં છે. તેમાં કહ્યું છે કે તે કાળકુમાર વગેરે દશ કુમારે ચેટક રાજા સાથેના યુદ્ધમાં ચેટક (ચેડા) રાજાના એકેક બાણથી મરણ પામીને નરકે ગયા. આ હકીકત વિસ્તારથી જણાવી છે, તેથી તેને નિરય એટલે નરકે જનારા જીવોની શ્રેણી રૂપ કહી શકાય તેમ છે. પણ બાકાના ચાર વર્ગોમાં દેવલોકમાં જનારા જીવોની જ બીના કહેલી હોવાથી તે ચાર વર્ગોની અપેક્ષાએ નિરયાવલિકા નામની પ્રસિદ્ધિ નથી, એમ નિર્ણય થઈ શકે છે. આ સૂત્રની શરૂઆતમાં કહ્યું કે રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામના યક્ષના ચૈત્યવાળા બગીચામાં શ્રીસુધર્માસ્વામી પધાર્યા. અશોક નામના ઝાડની નીચે પૃથ્વી શિલાપદની ઉપર તેઓ બરાજ્યા. તે ખબર સાંભળીને રાજગૃહીમાંથી શ્રેણિક રાજા વગેરે પર્ષદ તેમને વંદન કરવા આવી, સુધર્માસ્વામીએ ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને પર્ષદા પાછી સ્વસ્થાને ગઈ. ત્યાર પછી સુધર્માસ્વામીના મુખ્ય શિષ્ય શ્રી જ બૂસ્વામીએ વિનયપૂર્વક વંદના કરીને ગુરુને પૂછયું કે હે સ્વામી ! શ્રમણ ભગવંત મહાવીરદેવે સાત ઉપાંગોના અર્થ કહ્યા પછી નિરયાવલિકા શ્રતસ્કંધનો છે અર્થ કહ્યો છે? સુધર્માસ્વામીએ કહ્યું કે આ નિશ્યાવલિકા શ્રુતસ્કંધના (૧) નિરયાવલિકા (કલ્પિકા), (૨) કલ્પાવતંસિકા, (૩) પુષ્પિકા, (૪) પુષ્પચૂલિકા, (૫) વહિદશા, આ રીતે પાંચ વાગે કહ્યા છે. ફરી તે જ બૂસ્વામીએ પૂછયું કે પહેલા નિયંવલિકા નામના વર્ગમાં કેટલાં અધ્યયન કહ્યાં છે? જવાબમાં સુધર્માસ્વામીએ કહ્યું કે પહેલા વર્ગનાં ૧. કાળ, ૨. સુકાળ, ૩. મહાકાળ, ૪. કૃષ્ણ, ૫, સુકૃષ્ણ, ૬. મહાકૃષ્ણ, ૭, વીરકણુ, ૮રામકૃષ્ણ, ૯, પિતૃસેનકૃષ્ણ, ૧૦. મહાસેનકૃષ્ણ, આ રીતે દશ અધ્યયનો કહ્યાં છે. આ હશે કુમારોનાં નામ તેમની માતાના નામને અનુસરતા છે. એટલે કાલીરાણીના પુત્ર કાલકુમાર, સુકાલીરાણીને પુત્ર સુકાલકુમાર વગેરે. શ્રેણિક રાજાની ચલણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org