________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૬. ઉપાંગ શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્રનો પરિચય) ૩૮૧
૧. સુલ હિમવંત વર્ષધર પર્વત, ૨. પદ, તેનાં કમળો, મણિપીઠિકા, શયનીય (શ્રીદેવીની શયા, પથારી) શ્રીદેવી, તેને સામાનિક દેવાદિને પરિવાર, અને કમલના પરિક્ષેપ (ગેળાકારે ઘેરાવો) વગેરેનું વર્ણન અનુક્રમે વિસ્તારથી કર્યું છે. પછી ગંગા, સિધુ, રોહિતાંશા આ ત્રણ નદીઓનું, ને તે દરેક નદીના પ્રપાત કુંડનું તથા પાદિનું તેમજ હિમવંત પર્વતની ઉપર આવેલ સિદ્ધાયતન વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ રીતે ભુલહિમવંતની બીના ટૂંકમાં જણાવીને હિમવક્ષેત્રની હકીકત શરૂ કરી છે. તેમાં શબાપાતી નામે ગોળ વૈતાઢય પર્વત અને તેના અધિષ્ઠાયક દેવનું વર્ણન કરીને હિમવક્ષેત્રને અર્થ (શબ્દાર્થ) સમજાવ્યું છે. પછી મહાહિમવંત પર્વતના વનમાં મહાપદ્ધહદ, હીદેવી અને રેહતા નહી, હરિકાંતા નદી તથા તેના પ્રપાતકુંડ, તેમજ પાદિની હકીકત કહીને છેવટે તેના ૮ શિખરની પણ બીન સ્પષ્ટ સમજાવી છે. પછી હરિર્વધક્ષેત્ર, વિકટાપાતી પર્વત, નિષધ પર્વત, તિબિછાદ, ધૃતિદેવી, હરિનદી, સીતાદાનદી, તેના પ્રપાત, સિદ્ધાયતન, અને ૯ કૂટ વગેરેનું વર્ણન અનુક્રમે વિસ્તારથી કર્યું છે. પછી પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ, દેવફર, ઉત્તરકર (યુલિયા ક્ષે)નું વર્ણન અનુક્રમે વિસ્તારથી કર્યું છે. પછી ગંધમાદન પર્વત, તેના ૭ ફૂટ, ઉત્તરકુરૂ નામે યુગલિયાનું ક્ષેત્ર, તેની ભૂમિ, પદ્વગંધાદિ ૬ જાતિ, યમક પર્વત, તેને અધિષ્ઠાયક દેવ, તેની રાજધાની, જિનેશ્વર દેવોની દાઢા, આ બધા પદાર્થોનું સ્વરૂપ ક્રમસર વિસ્તારથી સમજાયું છે. પછી નીલવત વગેરે પાંચ કહો, અને કાંચનપર્વત, જબૂવૃક્ષની વેદિકા (નાનો એટલે ) તેના ત્રિપાન ( ત્રણ પગથિયા ) તથા મણિપીઠીકા, શાલા, દેવચ્છદ, ત્યાં રહેલી જિનપ્રતિમાઓ, અનાદતદેવનું ભવન, શયનીય, તેનો પરિવાર, વાવ, કૂટ, આ પદાર્થોની હકીકત કમસર વિસ્તારથી સમજાવીને છેવટે જંબૂનામને અવર્થ (શબ્દાર્થ) વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પછી ઉત્તરકુરનો અન્વથ માલ્યવંતવક્ષસ્કાર, તેના ૯ ફૂટ, હરિહટ, તેને સ્વામી દેવ, માલ્યવાબને અન્યર્થ, તથા કચ્છવિજય, ત્યાં આવેલ વૈતાઢયપર્વત, તેની ઉપરના વિદ્યાધરોના નગર અને આભિયોગિક દેવોની શ્રેણિ, સિધુ અને ગંગાનદી, તેમના કું, આ બધા પદાર્થોનું કમસર વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી ચિત્રકૂટ નામે વક્ષસ્કારપર્વત અને તેના કૂટ વગેરે, સુકછાદિ વિજય, તે દરેકની રાજધાની, કુંડ, નદીઓ વગેરેનું વર્ણન કરીને વછાદિ વિજયેનું અને તે દરેકની સુસીમાદિ રાજધાનીનું તથા ત્રિકૂટાદિ વક્ષસ્કારપર્વત વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સ્પષ્ટ સમજાવ્યું છે. પછી સૌમનસ નામે વક્ષસ્કારપર્વત, સિદ્વાયતનાદિ, અને દેવકર, પદ્મગંધાદિજાતિ, તથા ચિત્ર વિચિત્ર નામના કૂટ, તેમજ નિષધદ્રહાદ પાંચ કહેનું વર્ણન કરીને કૂટ, શામલીવૃક્ષ, વિપ્રભ વક્ષસ્કારપર્વત, તેના કૂટ અને અધિષ્ઠાયક દેવ વગેરેનું સ્વરૂપ સમજાવીને અંતે વિ2ભને શબ્દાર્થ જણાવ્યું છે. પછી પક્ષ્માદિ વિજયનું અને તે દરેક વિજયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org