________________
૩૭૪
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અન્ય ધમીઓના અયોગ્ય ૮ વિચારે જણાવીને મંડલના આકારની યથાર્થ બીના સ્પષ્ટ સમજાવી છે.
૮. આઠમા પ્રાભૃતપ્રાભૂતમાં–સૂર્યના દરેક મંડલનો યથાર્થ વિધ્વંભ (અને બાહય જાડાઈ) જણાવતા અન્ય ધમીઓના અગ્ય ૩ વિચારો પણ ફક્ત શિષ્યોને જણાવવાની ખાતર દર્શાવ્યા છે. પણ તે ખોટા છે એમ સમજવું.
બીજા પ્રાભૂતના ૩ પ્રાભૂતપ્રતોને ટૂંક પરિચય ૧. પહેલા પ્રાભતપ્રાભૂતમાં–સૂર્ય તીછોગતિ કરે છે, તથા ઉગે છે અને આથમે છે. આ બાબતમાં અન્યધમીના અયોગ્ય ૮ વિચારે જણાવીને યથાર્થ બીના વિસ્તારથી સમજાવી છે,
૨. બીજા પ્રભૂતપ્રાભૂતમાં–સૂર્ય એકમંડલને ગતિવડ (ગતિ કરીને, ચાલીને) પર કરીને બીજા મંડલમાં દાખલ થાય છે (ગતિ કરે છે) આ હકીકતને યથાર્થ સમજાવતાં અન્ય ધમીએના અયોગ્ય બે વિચારે પણ જણાવ્યા છે. તથા ભેદ ઘાતની અને કર્ણ કલાની પણ હકીકત વિસ્તારથી સમજાવી છે.
૩. ત્રીજા પ્રાકૃતપ્રાકૃતમાં-સૂર્ય દરેક મંડલમાં ગતિ કરે, ત્યારે એક મુદ્રમાં કેટલી ગતિ કરે? એટલે મંડલના કેટલા ભાગમાં ચાલે છે? આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર સમજાવતાં અન્ય ધમીઓના અયોગ્ય ૪ વિચારે પણ જણાવ્યા છે. આ રીતે મહત. ગતિની બીના કહીને અહીંથી આપણે કેટલા યોજન દૂર રહેલા સૂર્યને દેખીએ છીએ? આ પ્રશ્નને પણ ઉત્તર વિસ્તારથી સમજાવ્યો છે. આ રીતે પહેલા બીજા અને દશામા પ્રાભૂતના અનુક્રમે ૮+૩+૨=૩૩ પ્રાભૃતપ્રાભૂતોના સંક્ષિપ્ત પરિચય સહિત ૨૦ પ્રાભૂતોના ટૂંક પરિચય જાણે, આ શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર સમજવામાં બહુજ કઠીન છે. મહાબુદ્ધિશાળી પુણ્યવંત છો જ આનું ખરું રહસ્ય સમજી શકે છે. આપણું સદ્ભાગ્યે શ્રીમલયગિરિ મહારાજે રચેલી ટીકા આજે મળી શકે છે, તેને આધારે જ આ સૂત્રના અર્થે સમજાય છે. આને સાર લઈને કઈ પ્રાચીન સ્થવિર ભગવંતે જ્યોતિષ્કરડક પ્રકીર્ણક (પન્ના)ની રચના કરી છે. તેની બીના આગળ જણાવીશ. ૫. શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિનો અને ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો
શ્રી જૈન પ્રવચન કિરણાવીને અઢારમ પ્રકાશ પૂર્ણ થયા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org