________________
શ્રી જૈન પ્ર. કિરણાલી (૫. ઉપાંગ શ્રીસૂર્ય પ્રાપ્તિ તથા ૭ ચંદ્રપ્રકૃતિ સૂત્રને પરિ) ૩૭૩ સંખ્યા વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે.
૨૦. વિશમા પ્રાભૂતમાં–ચંદ્રાદિના અનુભાવ (પ્રભાવ)ને ઉદ્દેશીને અન્યધમઓના અયોગ્ય બે વિચારો જણાવી ચંદ્રાદિનું યથાર્થ સ્વરૂપ જણાવ્યું છે. પછી રાહુની બાબતમાં અન્ય ધર્મીઓના બે અગ્ય વિચારો જણાવી તેનું (રાહુનું) યથાર્થ સ્વરૂપ, તેનાં ૧૨ નામ અને વિમાન, જવું આવવું, તેમજ વિકર્વિણાદિનું સ્વરૂપ કહીને દુવરાહુ અને ચંદ્રની લેગ્યા તથા વર્ણાદિનું વર્ણન કર્યું છે. પછી ચંદ્રનું શશી નામ, અને સૂર્યનું આદિત્ય નામ હોવાનું કારણ તથા ચંદ્રના અને સૂર્યના કામોગનું સ્વરૂપ જણાવ્યું છે. ને અંતે ૮૮ ગ્રહોનાં નામ જણવ્યા છે.
પહેલા પ્રાભૃતના ૮ પ્રાતિ પ્રાભૂતોનો સંક્ષિપ્ત પરિચય
૧. પહેલા પ્રાભૂત પ્રાભૂતમાં દિવસનાં અને રાત્રિનાં મુહૂર્તમાં વૃદ્ધિ હાનિ વગેરેની બીના કહી છે.
૨. બીજા પ્રાકૃત પ્રાભૂતમાં–જ્યારે સૂર્ય દક્ષિણાઈ મંડલમાં કે ઉત્તરાર્ધ મંડલમાં ગતિ કરતો હોય, તે વખતે દિવસ અને રાત્રિ કેટલા મુહૂર્ત પ્રમાણ હોય? એટલે કેટલા મૂહૂને દિવસ હોય? ને કેટલા મુહૂર્તની રાત્રિ હોય? આ પ્રશ્નના ઉત્તર વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૩. ત્રીજા પ્રાભત પ્રાભૂતમાં–જે મંડલમાં બીજા સૂર્યે ગતિ કરી હોય, ત્યાં કયા સૂર્ય ગતિ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી સમજાવ્યું છે.
૪. ચોથા પ્રાભૃત પ્રાભતમાં–જંબૂદ્વીપમાં બે સૂર્ય ગતિ કરે છે. તે બેની વચમાં આંતરૂં કેટલું ? આ પ્રશ્નનો ઉત્તર દેતાં આ આંતરાની બાબતમાં અન્ય ધમએના અગ્ય ૬ વિચારો જણાવીને બે સૂર્યની વચ્ચેનાં આંતરાંની યથાર્થ હકીકત વિસ્તારથી સમજાવી છે. અને જ્યારે સૂર્ય એક મંડલમાંથી નીકળે ત્યારે તથા બીજા મંડલમાં પ્રવેશ કરે ત્યારે દિવસનું ને રાત્રિનું પ્રમાણ વગેરે હકીકત પણ સ્પષ્ટ સમજાવી છે.
૫. પાંચમા પ્રાભત પ્રાભૂતમાં–પનો અથવા સમુદ્રને કેટલો ભાગ અવગાહીને સૂર્ય ગતિ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર દેતાં આ બાબતમાં અન્ય ધર્મીઓના અયોગ્ય પાંચ વિચારો કહીને યથાર્થ હકીકત વિસ્તારથી સમજાવી છે.
૬. છ પ્રાભૂત પ્રાભૂતમાં—એકેક (રેક) સૂર્ય એક અહોરાત્રમાં મંડલમાં કેટલા ક્ષેત્રમાં ગતિ કરે ? આ પ્રશ્નનો ઉત્તર દેતાં આ બાબતમાં અન્ય ધમાં એના અયોગ્ય ૭ વિચારો જણાવીને અંતે યથાર્થ બીના વિસ્તારથી સમજાવી છે.
૭. સાતમા પ્રાભતપ્રાભરમાં-મંડલ (સૂર્યનાં માંડલ)ના આકારની બાબતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org