________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૪. ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રને પારચય) ૩૬૫ પ્રમાણ જણાવ્યું છે. તેમાં વિધિ, પ્રમાણ, સંસ્થાનાદિની બીના, શરીરના ભેદે, અને વિક્રિય આહારક તૈજસ કામણ શરીરના ભેદ, સંસ્થાન અને અવગાહના કહીને દ્રવ્યાદિની અને જઘન્યાવગાહનાદિની અપેક્ષાએ ઔદારિકાદ શરીરનું અ૫બહુ વિસ્તારથી સમજાવ્યું છે.
રર. ક્રિયાપદમાં–ક્રિયાના પાંચ ભેદો, અને કર્મોના બંધમાં તેની કારણતા, તથા નારકાદિ દંડકમાં ક્રિયાના વિચારો, તેમજ ક્રિયા સંવેધ કહીને ક્રિયાઓનો સહભાવ (એક ક્રિયાની હયાતિમાં બીજી ક્રિયાઓનું હોવાપણું), અને હિંસાદિના ત્યાગનાં કારણે, તથા હિંસાને તજનારા જીવોને કર્મબંધની છાશ વિસ્તારથી સમજાવી છે. પછી કહ્યું કે વિરતિવાળા જીવોને ક્રિયા નિમિત્તે થતે કર્મબંધ ન હોય.
- ર૩. કર્મપ્રકૃતિ પદમાં–કમ પ્રકૃતિના ભેદે, બંધ, અને ઉદય, તથા સ્થિતિ કહીને એકેન્દ્રિયાદિ જીવોને બાંધવા લાયક કર્મ સ્થિતિ જણાવી છે. પછી આઠ કર્મોના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે.
ર૪. કમબંધ પદમાં–કર્મોના બંધનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. એટલે એક કર્મપ્રકૃતિના બંધકાલે બીજા કયા કયા કર્મો બંધાય? આ પ્રશ્નનો ખુલાસો દંડકોના ક્રમે વિસ્તારથી કર્યો છે.
રપ. કર્મવેદ પદમાં–એક કર્મ પ્રકૃતિને બંધકાલે બીજા કયા કયા કર્મોનો ઉદય હોય? આ હકીકતને દંડકના ક્રમે વિસ્તારથી જણાવી છે.
ર૬. વેદબંધ પદમાં–એક કર્મપ્રકૃતિના ઉદયકાલે બીજા કયા કયા કર્મો બંધાય? આ હકીકતને દંડકના ક્રમે વિસ્તારથી સમજાવી છે.
૨૭. વેદવેદપદમાં –એક કર્મપ્રકૃતિના ઉદય કાલે બીજા કયા કયા કર્મોનો ઉધ્ય હોય? આ હકીકતને દંડકેના ક્રમે વિસ્તારથી સમજાવી છે.
ર૮. આહારપદમાં–નારકાદિ દડકેના ક્રમે છના સૂચિતાહારાદિની બીના વિસ્તારથી સમજાવી છે. તેમાં દેવ મનુષ્ય તિર્યંચ અને નારકોના આહારનું સ્વરૂપ અને એજ આહાર, માહાર તથા કલાહારનું સ્વરૂપ કહીને આહારને અંગે ૧૦ દ્વારા વર્ણવ્યાં છે, પછી સામાન્યથી જીવોની અને સલેશ્યાદિ સ્વરૂપવાળા જીવોના આહારકવાદિનો બીના અને ગતિ વગેરેમાં પણ આહારકતાદિની હકીકત વિસ્તારથી સમજાવી છે.
ર૯. ઉપગપદમાં–નારકાદિ દંડકમાં સાકાર અનાકાર (૧૨) ઉપગની વહેંચણી વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
૩૦. પશ્યત્તાપદમાં–નારકાદિ દંડકમાં સાકાર અનાકાર પશ્યત્તાનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org